વેકેશનમાં મામાનાં ઘરે આવેલા બે કિશોરનાં તળાવમાંથી મળ્યાં મૃતદેહ

ફાયર બ્રિગેડે આ બંન્ને કિશોરોનાં મૃતદેહ અંબાજી તળાવમાંથી શોધી કાઢ્યાં છે.

News18 Gujarati
Updated: April 30, 2019, 9:17 AM IST
વેકેશનમાં મામાનાં ઘરે આવેલા બે કિશોરનાં તળાવમાંથી મળ્યાં મૃતદેહ
બે કિશોરોની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: April 30, 2019, 9:17 AM IST
ફરીદખાન પઠાણ, વડોદરા: પાદરા મામાનાં ઘરે વેકેશન માણવા આવેલા બે ભાણિયા સોમવારે એટલે ગઇકાલે બપોરે તળાવમાં માછલીઓને લોટ ખવડાવવા ગયા હતાં. જે બાદમાં તેઓ ગૂમ થતાની જાણ થતાં પરિવારે તેમની શોધખોળ કરી હતી. ફાયર બ્રિગેડે આ બંન્ને કિશોરોનાં મૃતદેહ અંબાજી તળાવમાંથી શોધી કાઢ્યાં છે. જેનાથી પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

બે ભાણીયા ઘરે એકલા હતાં

આ મામલે મળતી માહિતી પ્રમાણે પાદરાની સંતોષપુરી પોળમાં રહેતા કેતનભાઇ ગાંધીનાં ઘરે બે દિવસ પહેલા તેમના ભાણિયા શિવ ભાવેશકુમાર ગાંધી (ઉ.વર્ષ 13 રહે. કાયાવરોહણ) અને દ્વારકેશ દિપકકુમાર ગાંધી (ઉ.વર્ષ 14 રહે.છાણી) વેકેશનમાં મામાને ઘરે આવ્યાં હતાં. ગઇકાલે પરિવારનાં સભ્યો કોઇ મરણ પ્રસંગે ગયા હતાં. તેથી બંન્ને જણ ઘરે હતાં.

તળાવ પાસે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.


મામાની કાર જોઇને ચાવી આપી ગયા

ગઇકાલે આ બંન્ને કિશોરો ઘરે તાળું મારીને અંબાજી મંદિર પાસેના તળાવમાં માછલીઓને લોટ ખવડાવવા ગયા હતાં. જ્યારે સાંજે પરિવાર મરણપ્રસંગમાંથી ઘરે આવ્યાં ત્યારે તેમની કારને જોતા બંન્ને ભાણિયા આવીને તેમને ઘરની ચાવી આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદ : ભાણિયો જ સગીર માસીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો

પરંતુ મોડી સાંજ સુધી આ બંન્ને ઘરે પાછા ન આવતા પરિવારે તેમની શોધખોળ કરી હતી. તેઓ કલાકોની જહેમત બાદ પણ ન મળતા પાદરા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ બાદ ફાયર બ્રિગેડની ટીમે અંબાજી તળાવમાં શોધખોળ કરતાં તે બંન્નેનાં મૃતદેહ ત્યાંથી મળી આવ્યાં હતાં.
First published: April 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...