વડોદરા: કોરોના વાયરસનાં બે શંકાસ્પદ દર્દીઓ આવ્યાં સામે, આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા

News18 Gujarati
Updated: March 14, 2020, 1:10 PM IST
વડોદરા: કોરોના વાયરસનાં બે શંકાસ્પદ દર્દીઓ આવ્યાં સામે, આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા
અમેરિકાનાં પ્રવાસમાંથી પરત આવેલા 65 વર્ષીય વૃદ્ધમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા છે.

એક શંકાસ્પદ કેસમાં અમેરિકાનાં પ્રવાસમાંથી પરત આવેલા 65 વર્ષીય વૃદ્ધમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા છે.

  • Share this:
વડોદરા : કોરોના વાયરસનાં (Corona Virus) કારણે આખી દુનિયામાં ફફડાટ વ્યાપ્યો છે ત્યારે વડોદરામાં (Vadodara) બે શંકાસ્પદ કેસો સામે આવ્યાં છે. જોકે, તેમને હાલ સિવિલ હૉસ્પિટલનાં (Civil Hospital) આઇસોલેશન વોર્ડમાં (Isolation ward) સારવાર માટે ખસેડી દેવામાં આવ્યાં છે. આ સાથે તપાસ માટે તેમના લોહીનાં નમૂના (Blood sample) પણ અમદાવાદ મોકલી દેવામાં આવ્યાં છે.

અમેરિકાથી ફરીને આવેલા વૃદ્ધ શંકાસ્પદ

એક શંકાસ્પદ કેસમાં અમેરિકાનાં પ્રવાસમાંથી પરત આવેલા 65 વર્ષીય વૃદ્ધમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. તેઓ અમેરિકાથી કરજણ પરત ફર્યા હતા. જ્‌યારે ચાઇનીઝ કંપનીમાં કામ કરતી એક મહિલા કર્મચારીમાં પણ શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. જેથી તેઓને સયાજી હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના બ્લડ સેમ્પલ લઇને અમદવાદની બી.જે. મેડિકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : COVID19: તમારા ફોન પર 96 કલાક સુધી જીવી શકે છે કોરોના વાયરસ, આવી રીતે કરો સાફ

બંન્ને દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં દાખલ

વડોદરા જિલ્લાનાં કરજણનાં વૃદ્ધ અમેરિકા ફરવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ પરત ફર્યાં બાદ તેમની તબિયત લથડી હતી. જેથી તેઓને સ્ક્રિનિંગ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ સાથે ચાઇનીઝ કંપનીની કર્મચારીમાં પણ શંકાસ્પદ લક્ષણો દેખાયા હતાં. જેથી તેમને પણ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં છે. અંગે સયાજી હોસ્પિટલનાં આરએમઓ આર.બી. શાહે જણાવ્યું હતું કે, અમેરિકા આવેલા વૃદ્ધમાં શરદી, ખાસી અને તાવ હોવાથી તેમના બ્લડ સેમ્પલ લઇને લેબમાં મોકલી આપ્યા છે.આ પણ વાંચો : Corona Live Update : કોરોનાનો કહેર, વિદેશમાં વસતા ગુજરાતીઓ અટવાયા, દૂધ-ખોરાકનો પુરવઠો ઠપ

નાગપુરમાંથી કોરોના વાયરસનાં પાંચ શંકાસ્પદ દર્દીઓ ફરાર

નાગપુરના ઇન્દિરા ગાંધી ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલમાંથી કોરોના વાયરસના પાંચ શંકાસ્પદ દર્દીઓ ભાગી ગયા છે. તમામને કોરોના વાયરસનાં સંક્રમણ બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાનાં દર્દીઓ હૉસ્પિટલમાંથી ભાગી ગયાના સમાચાર વચ્ચે ઝોનલ ડીસીપી રાહુલ મકનિકરે જણાવ્યું કે, પોલીસને હાઇ અલર્ટ કરી દેવામાં આવી છે. આખા શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. શકમંદોની સ્થિતિ કેવી હતી તેના વિશે કોઈ માહિતી મળી શકી નથી.

આ વીડિયો પણ જુઓ : 
First published: March 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading