Home /News /madhya-gujarat /

વડોદરાઃ 25 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનામાં પતિ જેલમાં, પત્નીને મદદ કરવાના બહાને બે સાંતાનો સામે મિત્રએ કર્યું દુષ્કર્મ

વડોદરાઃ 25 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનામાં પતિ જેલમાં, પત્નીને મદદ કરવાના બહાને બે સાંતાનો સામે મિત્રએ કર્યું દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

Vadodara crime news: છેલ્લા દોઢેક વર્ષથી ચેઈન સ્નેચિંગના (chain snatching) ગુનામાં અમદાવાદ સાબરમતી (sabarmati jail) જેલમાં સજા ભોગવી રહેલા આરોપીની પત્નીને આર્થિક (money healp to wife) મદદ કરવાના બહાને આરોપીએ પાંચ વર્ષની માસુમ દીકરીની સામે જ હવસનો શિકાર બનાવી હતી.

વધુ જુઓ ...
  વડોદરાઃ અત્યારે મહિલાઓ અને બાળકીઓ ઉપર દુષ્કર્મ (girls and women molestation) થવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. સુરતમાં કોર્ટે (surat court) દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુરતની કોર્ટના ઇતિહાસમાં સૌથી ઝડપી ચુકાદો આપીને દાખલો બેસાડ્યો છે ત્યારે વડોદારમાં (woman) પણ મહિલા ઉપર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી. હવસખોરો કોઈના કોઈ બહાને મહિલાઓ અને યુવતીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે. ત્યારે વડોદરામાં પણ બનેલા કિસ્સામાં આરોપીએ મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હતો. છેલ્લા દોઢેક વર્ષથી ચેઈન સ્નેચિંગના (chain snatching) ગુનામાં અમદાવાદ સાબરમતી (sabarmati jail) જેલમાં સજા ભોગવી રહેલા આરોપીની પત્નીને આર્થિક (money healp to wife) મદદ કરવાના બહાને આરોપીએ પાંચ વર્ષની માસુમ દીકરીની સામે જ હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં નરાધમે પાંચ વર્ષની પુત્રીને પણ શારીરિક છેડછાડ કરી હતી. આ અંગે મહિલાએ પુત્રી સાથે છાણી પોલીસ સ્ટેશનમાં (chhani police station) ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  શરમજનક ઘટના અંગે વાત કરીએ તો મહિલાએ પોલીસને નોંધાવેલી ફરિયાદ પ્રમાણે વડોદરા શહેરના હરણી-વારસીયા રીંગ રોડ ઉપર રહેતા અને 25 જેટલા ચેઇન સ્નેચિંગ સહિત અન્ય ગુનામાં સેડોવાયેલા જનક છેલ્લા દોઢ-બે વર્ષથી અમદાવાદ સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેની પત્ની સરોજ(નામ બદલ્યું છે) તેના બે સંતાનો સાથે વડોદરામાં રહે છે. અને પોતાનું ગુજરાન ચલાવે છે.

  છાણી પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી પ્રમાણે જનકની (નામ બદલ્યું છે) સાથે અમદાવાદ સાબરમતી જેલમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રાપરડા ગામનો રણછોડ અંબાલાલ પટેલ પણ સજા ભોગવી રહ્યો છે. જનક અને રણછોડ વચ્ચે જેલમાં મિત્રતા થઇ હતી. જેથી જનક મિત્ર આરોપી રણછોડ પટેલના પુત્ર લાલા(રહે. રાપરડા, તા. કાલોલ, જિ. ગાંધીનગર)ને પણ ઓળખતો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં લગ્ને લગ્ને કુવારા યુવકનું કારસ્તાન! એક બે નહીં પણ પાંચ યુવતીઓ સાથે કર્યા લગ્ન, આવી રીતે ફૂટ્યો ભાંડો

  ગત 11 નવેમ્બરના રોજ સાંજના સમયે લાલો પટેલ વડોદરા આવ્યો હતો અને જનકની પત્ની સરોજને આર્થિક મદદ કરવાના બહાને ફોન કરીને દશરથ ગામ પાસેના પેટ્રોલ પંપ પાસે બોલાવી હતી. સરોજ પોતાની 5 વર્ષની દીકરી સહિત બંને બાળકોને લઇ દશરથ પાસેના પેટ્રોલ પંપ પાસે આર્થિક મદદની આશાએ ગઇ હતી. પેટ્રોલ પંપ પાસે કાર લઇને ઉભેલા લાલા રણછોડ પટેલે સરોજને પોતાની કારમાં બેસાડી દીધી હતી અને એટીએમમાંથી પૈસા ઉપાડવા પડશે.

  આ પણ વાંચોઃ-સુરતઃ મોર્નિંગ વોક પર નીકળનારા સાવધાન! યુવતીનું મોબાઈલ અને પૈસા ભરેલું પર્સ લઈ આરોપી ફરાર, ઘટનાનો live video

  તેમ કહીને કાર છાણી બ્રિજથી છાણી ગામ તરફના કાચા રસ્તા ઉપર લઇ ગયો હતો અને રસ્તામાં સરોજના બંને બાળકો સામે સરોજ ઉપર કારમાં જ બળાત્કાર ગુજાર્યો હતો. લાલા પટેલે બળાત્કાર ગુજાર્યા બાદ સરોજ હવસખોર લાલાને પોલીસમાં પકડાવી દેવા માટે તેની સાથે નટુભાઇ સર્કલ પાસે આવી હતી. સિટીમાં આવતી સમયે હવસખોર લાલાએ સરોજની સાથે બેઠેલી પાંચ વર્ષની દીકરીની પણ શારીરિક છેડછાડ કરી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં લગ્ને લગ્ને કુવારા યુવકનું કારસ્તાન! એક બે નહીં પણ પાંચ યુવતીઓ સાથે કર્યા લગ્ન, આવી રીતે ફૂટ્યો ભાંડો

  દીકરી સાથે પણ લાલાએ છેડછાડ કરતા સરોજ ગુસ્સે ભરાતા લાલો સરોજને આર્થિક મદદ કર્યાં વિના સરોજ અને તેના બે બાળકોને રસ્તામાં ઉતારી રવાના થઇ ગયો હતો.  દરમિયાન સરોજ બંને બાળકો સાથે છાણી પોલીસ મથકમાં પહોંચી હતી અને હવસખોર લાલા રણછોડ પટેલ(રહે, રાપરડા, તા. કલોલ, જિ. ગાંધીનગર) સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે લાલા પટેલ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. આ બનાવની વધુ તપાસ છાણી પીઆઇ આર.ડી. મકવાણા કરી રહ્યા છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Crime news, Vadodara news, Woman rape

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन