Home /News /madhya-gujarat /લગ્નના બે દિવસ પહેલા દુલ્હને આપ્યો પુત્રીને જન્મ, આ રીતે સામે આવ્યો સમગ્ર મામલો

લગ્નના બે દિવસ પહેલા દુલ્હને આપ્યો પુત્રીને જન્મ, આ રીતે સામે આવ્યો સમગ્ર મામલો

લગ્નના બે દિવસ પહેલા દુલ્હને આપ્યો પુત્રીને જન્મ

વડોદરામાં એક દંપતીએ તેમની નવજાત બાળકીને કચરામાં ફેંકી દીધી હતી. બાળકીના રડવાનો અવાજ કોઈએ સાંભળ્યો અને જોયું તો નવજાત બાળકી હોવાની વાત ખુલી હતી. આ બાદ તેમણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. તપાસ બાદ પોલીસે દંપતીને પકડી પાડ્યા હતા. છોકરાએ જણાવ્યું કે, લગ્નના બે દિવસ પહેલા દુલ્હનને પેટમાં દુખાવો થયો હતો અને તે તેને ઓટોમાં બેસીને હોસ્પિટલ લઈ જતો હતો, પરંતુ ડિલિવરી ઓટોમાં જ થઈ હતી.

વધુ જુઓ ...
    વડોદરા: કારેલીબાગ વિસ્તારમાં એક નવજાત બાળકી કચરાના ઢગલામાં પડેલી મળી આવી હતી. પોલીસની SHE ટીમે નવજાત શિશુને ઉપાડીને હોસ્પિટલમાં દાખલ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, માસૂમની હાલત સારી છે અને ડોક્ટરોની દેખરેખમાં છે. પરંતુ આ વાત ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે થોડા સમય બાદ એક છોકરો તેની સાથે છોકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ આવ્યો હતો. આ તપાસ દરમિયાન ડૉક્ટરોને તેના પર શંકા ગઈ અને તેણે પોલીસને જાણ કરી હતી.

    ઘટનાસ્થળે પહોંચીને પોલીસે છોકરા-છોકરીની પૂછપરછ કરી તો બંનેએ આખું સત્ય તેમની સામે મૂક્યું હતું. બંનેએ પોલીસને જણાવ્યું કે, તેઓ એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. આ દરમિયાન, તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો અને યુવતી ગર્ભવતી બની હતી. બદનામીના ડરથી તેઓએ આ બાબત પોતપોતાના પરિવારોથી છુપાવી રાખી હતી. બીજી બાજુ આ બાળકના જન્મદાતાના સમાચાર બાદ યુગલના બે દિવસ બાદ લગ્ન થશે કે કેમ એ એક સવાલ તેમને પરેશાન કરતો હતો.

    આ પણ વાંચો: અમદાવાદમાં ધોળા દિવસે પ્રેમ લગ્ન કરનાર યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ, જુઓ CCTV વીડિયો

    છોકરાએ પોલીસને જણાવ્યું કે, લગ્નના બે દિવસ પહેલા છોકરીને પેટમાં દુખાવો હતો અને તે તેની ભાવિ પત્નીને ઓટોમાં હોસ્પિટલ લઈ જતો હતો. પરંતુ બાળકીનો જન્મ ઓટોમાં જ થયો હતો. જેના કારણે તે ખરાબ રીતે ડરી ગયો અને નવજાત બાળકીને અંતરિયાળ જગ્યાએ છોડીને ભાગી ગયા હતા.



    ડિલિવરી બાદ બાળકીની હાલત ખરાબ થઈ ગઈ અને બંને એક જ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં બાળકીને દાખલ કરવામાં આવી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, બાળકીને આ રીતે છોડીને ભાગી ગયા બાદ તેને ખુબ પસ્તાવો થયો હતો. તે તેની બાળકીને લઈ જવા માંગે છે. પોલીસનું કહેવું છે કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. માતાનો DNA ટેસ્ટ કરાવ્યા બાદ બાળકને માતા-પિતાને સોંપવામાં આવશે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Love marriage, Vadodara, Vadodra crime News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन