ફરીદખાન પઠાણ, વડોદરા : વડોદરા શહેરમાં એકદિવસમાં 20 ઈંચ વરસાદ બાદ બે દિવસથી પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. આજથી વિશ્વામિત્રી નદીની સપાટી ઘટ્યા બાદ શહેરમાં પણ પાણી ઓસરવા લાગ્યું છે. પાણી ઓસરતા આજે ફરી મગર દેખાવવા લાગ્યાં છે. આજે શહેરમાં બે મગરો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.
એક 6 ફૂટનો મગર કમાટી બાગમાં દેખાયો છે જ્યારે બીજો રેલવે સ્ટેશન પાસે આવેલી ઝૂપડપટ્ટીમાં પણ મગર દેખાયો છે. જેના કારણે લોકોમાં દેહશત વધી રહી છે. જોકે આ બંન્ને મગરોને રેસ્ક્યૂ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યાં છે.
મહત્વનું છે કે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરો વસવાટ કરે છે. અવારનવાર શહેરમાં મગરો ફરતા દેખાયા છે. ત્યારે રેસ્ક્યૂની ટીમને ભારે મહેનત બાદ તેમને પકડી પાડે છે.
ગઇકાલે પણ એક મગર શહેરમાં દેખાયો હતો. જેનો વીડિયો ઘણો જ વાયરલ થયો હતો. વીડિયોમાં જોવા મળે છે કે મગરને પકડવા માટે બે વ્યક્તિ દરોડા લઈને ઊભા છે. જોકે, આ વીડિયો ક્યાં વિસ્તારનો છે, તેની પુષ્ટી નથી થઈ પરંતુ મગરના જોખમે લોકો બહાર નીકળતા ડરી રહ્યાં છે. લોકો રસ્તા પર લાકડીઓ લઈને જીવન જરૂરિયાતની ચીજો લેવા નીકળી રહ્યાં છે. આ વીડિયોમાં જે મગર જોવા મળી રહ્યો છે.