છોટાઉદેપુર : બે કિશોરીઓએ ખેતરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

News18 Gujarati
Updated: July 19, 2019, 12:23 PM IST
છોટાઉદેપુર : બે કિશોરીઓએ ખેતરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો
બે સગીરનો આપઘાત.

બનાવ ધ્યાનમાં આવ્યા બાદ નસવાડી પોલીસ તેમજ મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયા હતા.

  • Share this:
ફરિદખાન પઠાણ, વડોદરા : છોટાઉદેપુરના પાલા ગામ ખાતે આપઘાતનો બનાવ સામે આવ્યો છે. મૃતક બંને પિતરાઈ બહેનોએ કોઈ કારણસર ખેતરમાં જ ઝાડ પર લટકીને આપઘાત કરી લીધો છે. બંને મૃતકો સગીર વયની હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના પાલા ગામની સીમમાં બે કિશોરીઓએ અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હતો. બંનેએ આંબાના વૃક્ષની ડાળી પર દોરડું બાંધીને લટકીને આપઘાત કર્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે કવાંટ તાલુકાનો શ્રમજીવી પરિવાર નસવાડીના પાલા ગામ ખાતે ખેત મજૂરીનું કામ કરતો હતો. અહીં ખેતરમાં જ પરિવારની કાકા-બાપાની દીકરીઓએ આપઘાત કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

બનાવ બાદ પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયા હતા.


બનાવ ધ્યાનમાં આવ્યા બાદ નસવાડી પોલીસ તેમજ મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને કિશોરીઓએ શા માટે આપઘાત કર્યો છે તેની તપાસ શરૂ કરી છે.

આપઘાત કરી લેનાર કિશોરીઓના નામ મિસરીબેન સુખ (ઉં.વ. 14) અને આરતી ગુરુજી (ઉં.વ. 15) છે.
First published: July 19, 2019, 12:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading