વડોદરા : પૌત્રએ દાદીના બેસણામાં તુલસીના 250 છોડ વહેંચ્યા

News18 Gujarati
Updated: October 20, 2019, 12:52 PM IST
વડોદરા : પૌત્રએ દાદીના બેસણામાં તુલસીના 250 છોડ વહેંચ્યા
કરજણના પટેલ પરિવારે તુલસીના છોડ બેસણામાં વહેંચી અનોખી પહેલ કરી

કરજણના પટેલ પરિવારે બેસણામાં તુલસીના છોડનું વિતરણ કરી પર્યાવરણને સશક્ત બનાવવાનો સંદેશો આપ્યો

  • Share this:
ફરીદ ખાન, વડોદરા : અનેક સમાજમાં મરણ કે લગ્ન પ્રસંગે જુદા જુદારિવાજો જોવા મળે છે, અને આ રિવાજો તેમજ કુરિવાજો દૂર કરવા અનેક સામાજીક સંસ્થાઓ સહિત કાર્યકરો સક્રિય પણ છે, પરંતુ જૂની રૂઢીચુસ્ત સામાજીક માન્યતાઓ સામાજીક કુરિવાજોને દૂર કરવામાં અનેક લોકોને સંર્ઘષ કરવો પડતો હોય છે, આવા સંજોગોમાં વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકા નાં રારોદ ગામનાં યુવાને પોતાની દાદીનાં બેસણાનાં પ્રસંગે એક સામાજીક જાગુતિની અનોખી પેહલ શરૂ કરી છે,

રારોદ ગામમાં ભાઇલાલ ભાઇ પટેલનાં પત્નિ લલીતાબેન તારીખ 16 ઑકટોબરે મૃત્યુ પામ્યા હતા, અને આજે લલીતાબેનનું બેસણુ ગામમાં યોજવામાં આવ્યું હતું, ત્યારે તેમનાં પૌત્ર વિશાલ પટેલને એક અનોખો વિચાર આવ્યો અને તે વિચાર તેમણે અમલમાં મૂકયો હતો. તેમણે પર્યાવરણને સશક્ત બનાવવાના સંદેશા સાથે બેસણામાં આવેલા 250 લોકોને તુલસીના છોડ વહેંચ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદ : પતિએ પત્નીને કહ્યું, તારે ગલ્લો ચલાવવાનો છે, તારા પિયરથી રૂપિયા લઇ આવ

વિશાલ પટલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે 'મને સવારે ઉઠયો ત્યારે વિચાર આવ્યો કે બેસણામાં વર્ષો જૂની વાસણ અને કવર પ્રથા આજે પણ જોવા મળે છે, ત્યારે આ પ્રથાના બદલે દાદીમાંનાં બેસણા સામાજીક રચાનાત્મક કોઇ કામ ની પેહલ કરવામાં આવે' આ વિચારના અનુસંઘાનમાં તેમણે બેસણા માં આવનારા દરેક ને તુલસી નો છોડ આપવાનો નિર્ણય કર્યો હતો.

વિશાલ પટેલે બેસણામાં આવનારા 250 લોકોને તેમણે તુલસીના છોડનું વિતરણ કરી દુ:ખદ પ્રસંગે યોજાતા બેસણાનાં સામાજીક પ્રસંગે પર્યાવરણ માટે એક અનોખી પેહલ શરૂ કરી છે. બેસણામાં આવેલ શાંતિલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે અમે વર્ષોથી બેસણાના સામાજીક પ્રસંગે જતા હોય છે, ત્યારે ત્યાં નજીકનાં સંબઘીઓ માંટે વાસણ અને કવર પ્રથા જોતા આવ્યા છે, પરંતુ આજે અહીંયા લલીતાબેન પટેલનાં બેસણામાં એક સારી પહેલ જોવા મળી, મેં પણ તુલસીનો છોડ સ્વીકાર્યો છે અને આ પેહલ ઘણી સારી લાગી, લગ્ન જેવા ખુશીના પ્રસંગ હોય કે મરણનો દુ:ખદ પ્રસંગ આપણે સમાજીક કુરિવાજોને તિંલાજલિઆપવી જોઇએ અને સમાજ ઉપયોગી કાર્યો કરવા જોઇએ'
First published: October 20, 2019, 12:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading