Home /News /madhya-gujarat /ટ્યુશન ક્લાસીસ ચાલાવતા લંપટ શિક્ષકે 13 વર્ષની સગીરા સાથે કર્યા શારીરિક અડપલા
ટ્યુશન ક્લાસીસ ચાલાવતા લંપટ શિક્ષકે 13 વર્ષની સગીરા સાથે કર્યા શારીરિક અડપલા
ટ્યુશન ક્લાસીસ ચાલાવતો લંપટ શિક્ષક
Lustful Teacher In Vadodara: રાજ્યમાં સતત શારીરિક સતામણીના બનાવો વધી રહ્યા છે. શિક્ષણ સંસ્થાઓમાં પણ સગીરાએ સાથે શારીરિક અડપલા કર્યા હોવાના ઘણા બનાવો સામે આવતો હોય છે. પોલીસ પણ આ મામલે પોતાની તપાસ ચલાવી રહી છે. વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા વૃદ્ધ શિક્ષકે 13 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
વડોદરા: રાજ્યમાં સતત શારીરિક સતામણીના બનાવો વધી રહ્યા છે. શિક્ષણ સંસ્થાઓમાં પણ સગીરાએ સાથે શારીરિક અડપલા કર્યા હોવાના ઘણા બનાવો સામે આવતો હોય છે. પોલીસ પણ આ મામલે પોતાની તપાસ ચલાવી રહી છે. વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા વૃદ્ધ શિક્ષકે 13 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર મામલે વારસીયા પોલીસે લંપટ શિક્ષકની ગણતરીના સમયમાં ધરપકડ કરી લીઘી અને આગલની વઘુ તપાસ હાથ ધરી હતી.
લંપટ શિક્ષકે તકનો લાભ ઉઠાવી અડપલા કર્યા
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા પ્રાર્થના ફ્લેટમાં રહેલા 61 વર્ષીય લંપટ શિક્ષક જેનું નામ ઉદય મોહનરાવ ભાલેરાવ ઘણા સમયથી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. તેના આ ટ્યુશન ક્લાસીસમાં ઘણા વિદ્યાર્થીઓ આવતા હોય છે. પરંતુ બે વર્ષ પહેલા 13 વર્ષની સગીરા ટ્યુશન ક્લાસીસમાં વહેલા પહોચી હતી. મળતી વિગતો પ્રમાણે તે સમયે સગીરા અને લંપટ શિક્ષક ઉદય એકલા જ હતા. જેથી લંપટ શિક્ષકે તે તકનો લાભ ઉઠાવ્યો હતો. ઉદય સગીરાને રૂમમાં લઈ જઈને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેથી સગીરા ત્યાથી ગભરાઈને ભાગી ગઈ અને ઘરે આવી ગઈ હતી.
સગીરા સમગ્ર બનાવની હકીકત માતા અને દાદીને જણાવતા પરિવારે લંપટ શિક્ષક સામે વારસીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જાતીય સતામણીની ફરિયાદ નોંધાકો વારસીયા પોલીસે લંપટ શિક્ષક ઉદય મોહનરાવ ભાલેરાવ વિરૂદ્ધ આઈ.પી.સી 354 એ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી અને આગળી કાર્યવાહી હાથ ધરી હતા.
રાજ્યમાં આવા બનાવો સતત વધી રહ્યા છે, જેથી પોલીસ પણ પોતાની કાર્યવાહી કરી છે. આ પહેલા પણ સુરતના ડીંડોલી વિસ્તારમાં હેવાન શિક્ષકનું દુષ્કૃત્ય સામે આવ્યું હતું. ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા માસૂમ આઠ વર્ષના બાળકને બાથરૂમમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. ઘરે ગયા બાદ આઠ વર્ષના માસૂમ બાળક દ્વારા માતાને સમગ્ર હકીકત જણાવતા નરાધમ શિક્ષકનો ભાંડો ફૂટી જતા પરિવારની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી ફરિયાદના આધારે પોલીસે નરાધમ ટ્યુશન સંચાલકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.