Home /News /madhya-gujarat /Vadodara: અસત્ય પર સત્યની થશે જીત; 55 ફૂટ ઊંચા રાવણનું પોલો ગાઉન્ડમાં થશે દહન

Vadodara: અસત્ય પર સત્યની થશે જીત; 55 ફૂટ ઊંચા રાવણનું પોલો ગાઉન્ડમાં થશે દહન

55

55 ફૂટ ઊંચી રાવણ કુંભકર્ણ અને મેઘરાજના પૂતળા તૈયાર કરી દેવામાં આવ્યા છે

વડોદરાના પોલો ગાઉન્ડ ખાતે દશેરાના દિવસે 55 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન થશે.જરાતમાં શક્ય ન હોય ઉત્તર ભારતના ફરજ પર આવેલા ઉચ્ચ અધિકારીઓ દ્વારા બાળકોને સંસ્કૃતની સમજ મળી રહે તે માટે વર્ષ 1981 ની સાલથી રામલીલા અને રાવણ દહન કર્યક્રમ કરે છે.

વધુ જુઓ ...
    Vadodara: ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં દશેરાના પાવન પર્વે છેલ્લા 42 વર્ષથી ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ઉત્તર ભારતમાં જેમ નવરાત્રીમાં 11 દિવસનો કાર્યક્રમ યોજાય છે, તેવી રીતે શક્ય ન હોવાના કારણે અહી પણ બાળકોને સંસ્કૃતની સમજ મળી રહે તે માટે વર્ષ 1981ની સાલથી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. જેના ભાગરૂપે આગરા ખાતેથી આવેલા 24 જેટલા કારીગરો દ્વારા આ વર્ષે પણ માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં 55 ફૂટ ઊંચી રાવણ, કુંભકર્ણ અને મેઘરાજના પૂતળા તૈયાર કરી દેવામાં આવ્યા છે.

    આ પૂતળાઓને નોમને દિવસે એટલે કે આવતીકાલે પોલો ગ્રાઉન્ડ ખાતે લઈને ક્રેન દ્વારા ઊભા કરવામાં આવશે. જે રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા અંદાજે બે લાખ જેટલા શહેરીજનો ઉમટી પડતા હોય છે.



    વડોદરા શહેરમાં આ જ એક માત્ર સ્થળ છે જ્યાં વર્ષોથી રાવણ દહન અને રામલીલા ભજવાતી જોય છે. રામલીલાના નાટ્યકારો પણ અત્યારે છેલ્લી છેલ્લી પ્રેક્ટિસ કરી રહ્યા છે.



    તેઓ દર વર્ષે આબેહૂબ રામલીલા ભજવી લોકોને મંત્ર મુગ્ધ કરી દેતા હોય છે. ત્યારે નિકા દ્વારા તમામ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.



    પોલો ગ્રાઉન્ડ ખાતે આયોજિત રામલીલા શહેરીજનો સાંજે પાંચ કલાકે નિહાળી શકશે. તદુપરાંત રાવણ દહન સાંજે સાત કલાકે કરવામાં આવશે. ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.



    રામલીલા નિહાળવા માટે શહેરીજનો માટે બેઠક વ્યવસ્થા નું આયોજન પણ કરવામાં આવ્યું છે. તદુપરાંત રાવણ દહન દરમિયાન કોઈ હોનારત સર્જાઈ નહીં જેની માટે ફાયર સેફ્ટી નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Navratri 2022, Ravan Dahan, Vadodara

    विज्ञापन
    विज्ञापन