ફરીદ ખાન, વડોદરા: વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પાસે પેસેન્જર ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે તપાસ કરવા દોડી આવ્યા હતા. એન્જિન પાટા ઉપરથી ઉતરી પડવાની ઘટનાને લઈને રેલવે તંત્રમાં અફરાતફરી મચી હતી.
ત્રિવેન્દ્રમ - રાજધાની એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન ટ્રેન સાથે લગાડવાનું હતું એ પેહલા જ આ ઘટના સામે આવી હતી. જેને લઇને રેલવે તંત્રની ઘોર બેદરકારી આવી સામે છે. જોકે, આ પહેલાં પણ આવી ઘટના સામે આવી હતી. થોડા દિવસો પહેલાં વડોદરા સ્ટેશન ખાતે જ માલગાડીનું એન્જિન ઉતરી પડ્યું હતું.
જોકે, હાઇડ્રોલિક સિસ્ટમથી એન્જિન પાટા પર કાર્યરત્ત કરાયું હતું. જે મામલે તંત્રના 200થી વધારે કર્મીઓ કામગીરીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, વડોદરા સ્ટેશન ખાતે બનેલી આ બીજી ઘટના રેલવે તંત્રની ઘોર બેદરકારી સૂચવે છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર