Home /News /madhya-gujarat /Vododara: વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવાય છે ટ્રાફીકને લગતી વસ્તુ, જુઓ કઇ રીતે?

Vododara: વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવાય છે ટ્રાફીકને લગતી વસ્તુ, જુઓ કઇ રીતે?

જૂન

જૂન 2018 માં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરેલ તથા જૂન 2018 માં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હત

    વડોદરા:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરેલ તથા જૂન 2018 માં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તો આ અભિયાન પર કાર્ય કરતા વડોદરા શહેરના ઉદ્યોગસાહસિક વિજય કામાણી કથા તેમની ટીમ દ્વારા વેસ્ટ પ્લાસ્ટિક માંથી ટ્રાફીકને લગતી વસ્તુઓ બનાવવામાં આવેલ છે.

    હાલ પ્લાસ્ટિક એ લોકો માટે જરૂરિયાત બની ચૂકી છે. રોજિંદા જીવનમાં દરેક વસ્તુમાં પ્લાસ્ટિકનો ક્યાંકને ક્યાંક ઉપયોગ થતો જ હોય છે અને તે પ્લાસ્ટિકની એક વખત વાપર્યા પછી તેને ફેંકી દેવામાં આવતું હોય છે, જે પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક સાબિત થઇ રહ્યું છે અને પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં ડભોઇ ખાતે વિજય કામાણીની ફેક્ટરી "પોલિસેન મોડ્યુલર કૉંક્રિટ" આવેલ છે, જે ડભોઇ, કરજણ, સાવલીની નગરપાલિકાઓ માંથી વેસ્ટ પ્લાસ્ટિકને એકત્રિત કરે છે. તે એકત્રિત કરેલા પ્લાસ્ટિકનો તેઓ પુનઃઉપયોગ કરી અને તેમાંથી જાતજાતની પ્લાસ્ટિકની વસ્તુઓને બનાવે છે, જેમકે સ્પીડ બ્રેકર, પેવર બ્લોક, પાર્કિગ ટાઈલ્સ, વેગેરે. આ તમામ વસ્તુઓનું આયુષ્ય ઘણું લાબું સાબિત થયેલ છે. જે સામાન્ય કોન્ક્રીટ માંથી બનતી વસ્તુઓ છે એના કરતાં 4 ગણી વધુ ક્ષમતા ધરાવે છે. જેના ઉપરથી એક ભારે ટ્રક પણ પસાર થઈ જાય તો પણ કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી. આ પ્રોજેકટ સસ્તો, સારો અને ટકાઉ છે.

    આ પણ વાંચો: બનાસકાંઠામાં Paper Leak case અંગે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે શું કહ્યું?

    તદુપરાંત આ પ્રોજેક્ટનું નિરીક્ષણ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે. જેમણે આ પ્રોજેક્ટની જ્યારે શરૂઆત થઈ ત્યારે રૂબરૂ મુલાકાત લઈને તમામ બાબતોની ચકાસણી કરેલ અને આ પ્રોજેક્ટને આગળ વધારવા માટેની શુભેચ્છા આપી તથા અભિનંદન પાઠવ્યા હતા. કાકડો જગ્યા મંજૂરી મળ્યા બાદ વડોદરા અને તેની આસપાસના સ્થળોએ સ્પીડ બ્રેકર લગાવવામાં આવેલ છે અને તેનો ઘણો સારો લોકો તરફથી પ્રતિસાદ પણ મળેલ છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Single Use plastic, Vadodara, વડોદરા શહેર

    विज्ञापन
    विज्ञापन