ફરીદખાન પઠાણ, વડોદરા: થોડા સમયથી રાજ્યભરની ટ્રાફિક ડ્રાઇવથી મોટ ભાગનાં લોકો ખુશ છે. ઘણાં લોકો ટ્રાફિકનાં નિયમોનું પાલન કરતા થયા છે. જેમતેમ વાહનો રસ્તા પર ફરતા કે મુકાતા હવે ઓછા થયા છે તેવું સામાન્ય માણસનું માનવું છે. ત્યારે વડોદરામાં ગજબ કિસ્સો સામે આવ્યો છે કે એક ટ્રાફિક પોલીસ સાયકલ ચાલક પાસેથી મેમો આપીને દંડ વસૂલી રહ્યો છે.
હાલ તો આ વીડિયોએ સોશિયલ મીડિયામાં પણ ધૂમ મચાવી છે. લોકોને ટ્રાફિક પોલીસ પર ગુસ્સો આવી રહ્યો છે અને તેનો મજાક બની રહ્યો છે.
શહેરનાં ચકલી સર્કલ પાસે સાયકલ સવારને રોકીને મેમો આપીને તેની પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રશ્ન એ જ થાય કે રસ્તા પર આ સાયકલવાળો જ શું એકદમ સ્પીડમાં અને બેફામ રીતે ચલાવી રહ્યો હતો.
આ પહેલા પણ વડોદરા ટ્રાફિક પોલીસે કારચાલકને હેલ્મેટ ન પહેરવાનો ઇ-મેમો ઘરે મોકલાવ્યો હતો. જેમાં 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે આ વાત પ્રકાશમાં આવતા ઇ-મેમો કેન્સલ કરવામાં આવ્યો હતો.