Home /News /madhya-gujarat /

વડોદરા: ચંપાગલીમાં પરંપરાગત રીતે વ્યંઢળ સમાજ દ્વારા જવારા સાથે શોભાયાત્રા કાઢાઈ

વડોદરા: ચંપાગલીમાં પરંપરાગત રીતે વ્યંઢળ સમાજ દ્વારા જવારા સાથે શોભાયાત્રા કાઢાઈ

વ્યંઢળ

વ્યંઢળ સમાજ દ્વારા નવરાત્રિ પર્વે વર્ષોની પરંપરા મુજબ જવારાની સ્થાપના કરાઈ

બરાનપુરા વ્યંઢળ સમાજ દ્વારા નવ દિવસ સંપૂર્ણ રીતે માતાજીના જવારા, પૂજન તેમજ ગરબાનું આયોજન કરવામાં આવે છે. 

    વડોદરાઃ વડોદરા શહેરના (vadodara city) ચંપાગલીમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે વ્યંઢળ સમાજ દ્વારા જવારા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને મહિસાગર ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું...

    શહેરના બરાનપુરા સ્થિત આવેલા ચંપાગલી ખાતે વ્યંઢળ સમાજ દ્વારા નવરાત્રિ પર્વે વર્ષોની પરંપરા મુજબ જવારાની સ્થાપના કરવામાં આવે છે. ઘણીવાર નવરાત્રિમાં બે તિથિ ભેગી હોવાથી નવરાત્રિના દિવસોમાં વધઘટ જોવા મળે છે. પરંતુ બરાનપુરા વ્યંઢળ સમાજ દ્વારા નવ દિવસ સંપૂર્ણ રીતે માતાજીના જવારા, પૂજન તેમજ ગરબાનું આયોજન કરવામાં આવે છે. દશેરા બાદ અગિયારસે નવચંડી યજ્ઞ તેમજ માતાજીના જવારાની શોભાયાત્રા કાઢવામાં આવે છે. ત્યારબાદ જવારાનુ વિધિવત રીતે જળાશયમાં વિસર્જન કરવામાં આવતું હોય છે.

    ત્યારે આજે શહેરના બરાનપુરા ખાતેથી અંજુમાસીની આગેવાનીમાં માતાજીના જવારાની વ્યંઢળ સમાજ દ્વારા સુરસાગર સુધી વાજતેગાજતે શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિક કાઉન્સિલરો અન્ય સ્થાનિકો તથા વ્યંઢળ સમાજના લોકો જોડાયા હતા. ત્યારબાદ મહિસાગર ખાતે વિધિવત રીતે જવારાનુ વિસર્જન કરવામાં આવ્યું હતું અને સાંજે રામાપીરના પાઠનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે અંજુમાસીએ વિસ્તૃત માહિતી આપી હતી.

    2. વડોદરા મહાનગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના આજથી ફોર્મ વિતરણની શરુઆતમાં રાવપુરા ખાતે લોકોનો વહેલી સવારથી ઘસારો, બે થી અઢી કિલોમીટર લાંબી કતારો...

    પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરના હરણી, ગોત્રી, સુભાનપુરા તથા કલાલી ખાતે તૈયાર થનાર EWS-II ટાઇપના આવાસો માટેના ફોર્મનુ આજથી રાવપુરા ખાતે આવેલ વડોદરા મહાનગરપાલિકા એફોર્ડેબલ હાઉસિંગ વિભાગગની કચેરી ખાતેથી ફોર્મનુ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી લોકો લાંબી લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા.

    દિવ્યાંગો માટે કોઈ અલાયદી સુવિધાઓ તંત્ર દ્વારા કરવામાં આવી ન હોવાથી તેઓને પણ વહેલી સવારથી લાંબી કતારોમાં ઉભાં રહેવાનો અને પરેશાન થવાનો વારો આવ્યો હતો. કેટલીક મહિલાઓ પોતાના નાના નાના બાળકોને મૂકીને તથા કેટલાક લોકો પોતાની નોકરી કામધંધો છોડી સવારે ત્રણ વાગ્યાથી ફોર્મ લેવા માટે ઉભા હતા. અહીં તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા સુધ્ધાં કરવામાં આવી ન હતી. સાથે જ રાવપુરા રોડપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા મોડે મોડેથી પોલીસની એક ગાડી આવી હતી ત્યારે લોકો કતારોમાં ઉભાં રહ્યાં હતાં. એકતરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓ છે. ત્યારે બીજી બાજુ સ્માર્ટ તંત્રની અણઘડ નીતિને કારણે લોકટોળા ઉમટ્યા હતા.
    First published:

    Tags: Gujarati News News, Navratri, Tradition, Vadodara news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन