Home /News /madhya-gujarat /

વડોદરા: વિરાસતના ભોગે શહેરનો વિકાસ કેટલા અંશે યોગ્ય છે? ન્યાયમંદિર ખંડેરની હાલત ખંડેર જેવી

વડોદરા: વિરાસતના ભોગે શહેરનો વિકાસ કેટલા અંશે યોગ્ય છે? ન્યાયમંદિર ખંડેરની હાલત ખંડેર જેવી

ન્યાયમંદિર

ન્યાયમંદિર ખંડેર બનવા દઇ કોમર્સિયલ કોમ્પલેક્ષ બનાવવાનું સડયંત્ર હોવાની શંકા !!!

ઐતિહાસીક ઇમારતોથી બનેલું એક સુંદર મજાનું વડોદરા શહેર વિકસેલું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયથી વડોદરા શહેરનો વિકાસ થયેલો છે.

    વડોદરા: ઐતિહાસીક ઇમારતોથી બનેલું એક સુંદર મજાનું વડોદરા શહેર વિકસેલું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયથી વડોદરા શહેરનો વિકાસ થયેલો છે. તેમણે વડોદરા શહેરને ખૂબ જ સારી સંસ્કૃતિને વારસામાં આપેલ છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ વારસાની સાર-સંભાળ કરનાર બહુ ઓછા લોકો શહેરમાં રહ્યા છે.

    વડોદરા શહેરના ન્યાયમંદિર ખાતે પહેલા કોર્ટ ચાલતી હતી. પરંતુ હવે તે નવા સ્થળ પર સ્થળાંતરિત થતા ન્યાય મંદિર ખાલી પડ્યું છે. અને આ ન્યાયમંદિર એક વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારત શહેર અને વડોદરાની એક ઓળખ પણ છે.

    આ ન્યાયમંદિરનો ચાર્જ કલેકટરને સોપાયાને એક વરસ પૂરું થઈ ગયું છે. છતાં પણ ન્યાયમંદિરને સિટી મ્યુઝીયમમાં તબદીલ કરવાની માંગણી અંગે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા નવચેતના ફોરમ દ્વારા ન્યાયમંદિર ખંડેર બનવા દઇ કોમર્સિયલ કોમ્પલેક્ષ બનાવવાનુ ષડયંત્ર હોવાની શંકા દર્શાવાઇ છે.

    નવચેતના ફોરમના કન્વીનર કીર્તિ પરીખે જણાવ્યું હતું કે, 17 જાન્યુઆરી 2021એ તત્કાલિન ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરા રુબરુ આવી, પ્રધાન યોગેશભાઇ પટેલ, અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, ધારાસભ્ય સીમાબેન મોહિલે, ભાજપા અધ્યક્ષ ડો.વિજયભાઇ શાહ, મહામંત્રી સુનિલભાઇ સોલંકી વગેરેની હાજરીમાં ન્યાયમંદિરની અંદર જાહેર કાર્યક્રમ કરીને ન્યાયમંદિરનો ચાર્જ વડોદરાના જે તે સમયના કલેકટર શાલિની અગ્રવાલને સોંપ્યો હતો. એ વાતને એકવર્ષ પુરુ થયુ છે.

    આ પણ વાંચો: અમદાવાદમાં 23 હજાર એક્ટિવ કેસની સામે માત્ર 350 દર્દીઓ હોસ્પિટલમા દાખલ

    આ પહેલા નવેમ્બર અને ડીસેમ્બર મહિનામાં નવચેતના ફોરમ તથા વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન દ્વારા સમગ્ર શહેરમાં જનજાગૃતિ અને હજ્જારો નગરજનોની સહી ઝૂંબેશ હાથ ધરી ન્યાયમંદિરને સીટી મ્યૂઝિયમ બનાવવા તંત્રને રજૂઆત કરાઈ હતી. તે સમયે સેવાસદનની ચુંટણી નજીક આવતી હોવાથી રૂબરુ સાંભળી પછી ગાંધીનગર તત્કાલીન મુખ્યમંત્રી, નાયબ મુખ્ય મંત્રી તથા ગૃહ મંત્રીને વડોદરાના તમામ ધારાસભ્યો સાથે આ અંગે રજૂઆત કરી હતી.

    આ પણ વાંચો: ભાજપના મોટા નેતા અમારા સંપર્કમાં છે, ટાઇગર અભી જિંદા હૈ: ઇસુદાન ગઢવી

    ચુંટણી બાદ નવા મેયર સહિતના અન્ય નેતા એ આ મુદ્દો અભરાઈએ ચડાવી દીધો છે. ત્યારે ન્યાયમંદિર પુન: ખંડેર થવા જઈ રહ્યું છે. ત્યારે કોરોના વધતા સમુહમાં ભેગા થવાની કે આંદોલન કરવાની જનતાની મજબૂરીનો ગેરલાભ લેતા સૌ શાસકો શું વિધાન સભાની ચુંટણીની રાહ જુએ છે ? ત્યાં સુધી ન્યાયમંદિરને અન્યાય કરશે ? કે પછી તેને ખંડેર બનવા દઇ કોમર્સિયલ કોમ્પલેક્ષ બનાવવાનુ ષડયંત્ર છે ? ન્યાયમંદિરને મ્યૂઝિયમ બનાવવા સિવાયની કોઈ પણ હરકત જનતા સાંખી નહી લે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર