મિક્સ્ડ માર્શલ આર્ટ્સની વિશ્વ સ્પર્ધામાં વડોદરાનાં ત્રણ ખેલાડીઓ ભાગ લેશે

News18 Gujarati
Updated: November 8, 2019, 4:23 PM IST
 મિક્સ્ડ માર્શલ આર્ટ્સની વિશ્વ સ્પર્ધામાં વડોદરાનાં ત્રણ ખેલાડીઓ ભાગ લેશે
ગુજરાતનું ગૌરવ

બહેરીન  ખાતે 10 નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન યોજાનારી એમએમએ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ખુશી ગોહેલ  (70.3 કિગ્રા)અને આકાશ પાઉલકર (52 કિલો) તથા જેસલ પરમાર 61.2 કિગ્રા કેટેગરીમાં  પસંદગી કરવામાં આવી છે.

  • Share this:
વડોદરા: વિકાસ સ્પોર્ટ્સ અને ચેરીટેબલ ટ્રસ્ટ ગોત્રી, વડોદરા દ્વારા એમએમએ એસોસિએશન ઓફ ગુજરાતના છોકરાઓ અને છોકરીઓને મિક્સ્ડ માર્શલની તાલીમ આપવામાં આવી રહી છે.  એમએમએ એસોસિએશન ઓફ ગુજરાતના  પી.એમ.એસ. ટેર બબલૂ સાવંત દ્વારા મિક્સ માર્સલ આર્ટસની તાલીમ આપવામાં આવે છે.

તાલીમ લઇ રહેલા ફાઈટરોએ  ઓગસ્ટ 2019માં બેંગલુરુમાં યોજાયેલી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં  ભાગ લઇ  ખુશી ગોહેલ  (70.3 કિગ્રા), આકાશ પાઉલકર (52 કિલો)અને જેસલ પરમારે 61.2 કિગ્રા કેટેગરીમાં 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા.

જેમાં આકાશ પાલકરે 52 કિગ્રા કેટેગરીમાં માત્ર 10 સેકન્ડમાં વિપક્ષ ખેલાડીને પછાડીને ભારતીય ઈતિહાસ રચ્યો હતો, તે સૌથી ઝડપી પછાડ તેમનો હતો. આમ તેણે ભારતનો સૌથી ઝડપી નોકઆઉટ બનાવ્યો હતો જ તેમનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

આ ઉત્તમ પ્રદર્શનના આધારે  બહેરીન  ખાતે 10 નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન યોજાનારી એમએમએ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ખુશી ગોહેલ  (70.3 કિગ્રા)અને આકાશ પાઉલકર (52 કિલો) તથા જેસલ પરમાર 61.2 કિગ્રા કેટેગરીમાં  પસંદગી કરવામાં આવી છે. વિકાસ સ્પોર્ટ્સ અને ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ   એમએમએ એસોસિએશન ઓફ ગુજરાત માટે ગૌરવની વાત છે કે ગુજરાતના આ 3 વિદ્યાર્થીઓની પસંદગી ભારતના 11 લડવૈયાઓ પૈકી કરવામાં આવી છે.વિશ્વ ચેમ્પિયનશિપ માટે ટીમ 8 મીએ બહરીન માટે રવાના થઈ રહી છે. આ ઉપરાંત ભાગ લેનાર ત્રેણય ખેલાડીઓનો તમામ ખર્ચ એલેમ્બિક સીએસઆર ફાઉન્ડેશન અને અમી લાઈફસાઈન્સ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય બહેરીન ખાતે આયોજિત એમએમએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગુજરાતમાંથી સૌપ્રથમ વખત મહિલા ખેલાડી ખુશી અને જેસલ ભાગ લેશે. બહેરીન ખાતે ભારતમાંથી 11 ફાઈટર ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. આ ઉપરાંત એમએમએ એસોસિએશન ઓફ ગુજરાતના  પી.એમ.એસ. ટેર બબલૂ સાવંત પાસે તાલીમ લઇ રહેલા ફાઇટરોએ  એક વર્ષના સમયગાળામાં 18 ફાઈટરે જુદા જુદા 18 વર્લ્ડ રેકોર્ડ પોતાને નામે કર્યા છે.

 
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर