Home /News /madhya-gujarat /વડોદરામાં વાહન ટોઇંગ કરવા મામલે ઘર્ષણ બાદ ત્રણ રાઉન્ડ ફાયરિંગ, જુઓ વીડિયો

વડોદરામાં વાહન ટોઇંગ કરવા મામલે ઘર્ષણ બાદ ત્રણ રાઉન્ડ ફાયરિંગ, જુઓ વીડિયો

વડોદરાના કરજણમાં અસામાજિક તત્વો બેફામ બની કીયા ગામના પાટિયા પાસે ફાયરિંગ કર્યું.

વડોદરાના કરજણમાં અસામાજિક તત્વોએ બેફામ બની ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

વડોદરા (Vadodara News)માં અસામાજીક તત્વોનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું હોય તેમ ક્રાઇમનો ગ્રાફ (Crime News)પર ઊંચકાઇ રહ્યો છે. વડોદરામાં દારૂડિયાઓ છાડકા બની શહેરમાં તોફાનો કરે છે અને પોલીસ (Vadodara police) પણ તેમને કાયદાનું ભાન કરાવવા માટે સતત પેટ્રોલિંગ કરી રહી છે છતા કેટલાક યુવાનો છાટકા બની પોતાનો રૌફ દેખાડી રહ્યા છે. ત્યારે વડોદરાના કરજણમાં અસામાજિક તત્વોએ બેફામ બની ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.



વડોદરાના કરજણમાં અસામાજિક તત્વો બેફામ બની કીયા ગામના પાટિયા પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીંયા એક યુવકને માર મારી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મહિલા વાહન ચાલકના પતિએ સિઝર્સ સાથે મારામારી કર્યાની ઘટના સામે આવી છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો- Hijab Controversy: સુરતમાં હિજાબ વિવાદ, VHPના ઉપાધ્યક્ષે કહ્યુ-ગુજરાતને શાહિન બાગ બનાવવાનું ષડયંત્ર

પ્રાપ્ત માહિતી અનુસાર, કરજણના કીયા ગામના પાટિયા પાસે વાહનો સિઝ કરવા મામલે ઘર્ષણ થયું હતું જે બાદ મામલો બિચક્યો હતો. જ્યાં મહિલા વાહનચાલકના પતિએ સિઝર સાથે મારામારી કરી હતી. બાદમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં પોલીસે ફાયરિંગ કરનાર ઇસમની શોધખોળ હાથ ધરી છે. ત્યાં જ આ ઘટના બાદ સ્થાનિક લોકોનું કહેવું છે કે, અહિં અવારનવાર વાહન ટોઇંગ કરનારા લોકો સાથે વાહનમાલિકોનું ઘર્ણષ થાય છે.
First published:

Tags: Latest firing news, Vadodara, Vadodara Top News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો