Home /News /madhya-gujarat /ભાવનગર ખાતે દેહવ્યાપાર માટે લઈ જવાતી ત્રણ સગીરાઓને બચાવાઈ, આંતરરાજ્ય ચાઈલ્ડ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ

ભાવનગર ખાતે દેહવ્યાપાર માટે લઈ જવાતી ત્રણ સગીરાઓને બચાવાઈ, આંતરરાજ્ય ચાઈલ્ડ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ

વડોદરા પોલીસની કાર્યવાહી

Child Trafficking Racket Exposed: ભાવનગર ખાતે દેહવ્યાપાર માટે લઈ જવાતી ત્રણ સગીરાઓને દલાલના સંકજામાંથી પોલીસે મુક્ત કરાવી આંતરરાજ્ય ચાઈલ્ડ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. 31 માર્ચની રાત્રે કોઈ જાગૃત નાગરિકે ચાઇલ્ડ હેલ્પલાઇનને ફોન કરી એક શંકાસ્પદ ઈસમ ત્રણ સગીરા સાથે રેલવે સ્ટેશન ઊભો છે તેવી બાતમી આપી હતી.

વધુ જુઓ ...
    અંકિત ઘોનસીકર, વડોદરા: ભાવનગર ખાતે દેહવ્યાપાર માટે લઈ જવાતી ત્રણ સગીરાઓને દલાલના સંકજામાંથી પોલીસે મુક્ત કરાવી આંતરરાજ્ય ચાઈલ્ડ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. કેવી રીતે દલાલો સગીરાઓને દેહવ્યાપારના ધંધામાં ધકેલે છે? 31 માર્ચની રાત્રે કોઈ જાગૃત નાગરિકે ચાઇલ્ડ હેલ્પલાઇનને ફોન કરી એક શંકાસ્પદ ઈસમ ત્રણ સગીરા સાથે રેલવે સ્ટેશન ઊભો છે તેવી બાતમી આપી હતી, જેને લઈ ચાઈલ્ડ હેલ્પલાઇનની ટીમ સયાજીગંજ પોલીસ સાથે રેલવે સ્ટેશન પહોંચી સગીરા સાથે રહેલ ઈસમને ઝડપી લીધો.

    આંતરરાજ્ય ચાઈલ્ડ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ


    ઉલ્લેખનીય છે કે, પૂછપરછ માટે સયાજીગંજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો. આરોપી સુરેશ ઉર્ફે રાજુ જયસ્વાલને પોલીસ સ્ટેશનમાં લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતાં આરોપી સુરેશ દ્વારા એક સગીરાને મુંબઇથી તથા રાજસ્થાનના વિષ્ણુ નામના ઇસમે રાજસ્થાનથી બે દિકરીઓને લાવી ભાવનગર ખાતે લઇ જઇ એકને રૂપિયા 60,000માં તથા અન્ય બે સગીરાઓને રૂપિયા 10000-10000માં સોદો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ભાવનગરના ઇસમ વિશાલ મકવાણાને આ ત્રણેય સગીરાઓને સોંપવાનુ નક્કી કરાયું હતું.

    આ પણ વાંચો: મસમોટા પગારદાર બાબુઓને રાત્રી દરમિયાન ફિલ્ડ પર જવા એએમસી કમિશ્નરનો કડક આદેશ

    પોલીસે વિશાલ મકવાણાને વોન્ટેડ જાહેર કર્યો


    આ બનાવમાં હાલ સુરેશ જયસ્વાલની ધરપકડ કરવામાં આવી છે તથા રાજસ્થાનના વિષ્ણુ તથા ભાવનગરના વિશાલ મકવાણાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ત્રણેય સગીરાઓ રાજસ્થાનના એક જ ગામડાની છે, ત્રણેય સગીરાઓને આરોપી વિષ્ણુએ બાળકીઓને ફરવા લઈ જવાનું કહી ઘરેથી લઈ ગયો અને બાળકીઓનો બારોબાર સોદો નક્કી કરી દીધો. આરોપી વિષ્ણુ સગીરાઓના કુટુંબનો હોવાની માહિતી પણ પોલીસને મળી છે.


    પોલીસે આગળી તપાસ હાથ ધરી છે


    પોલીસે હાલમાં ત્રણેય દિકરીઓને તેઓના વાલી વારસોને સોંપવાની તજવીજ હાથ ધરી છે...આરોપીઓને પકડવા સયાજીગંજ પોલીસની બે ટીમો રાજસ્થાન અને ભાવનગર મોકલવામાં આવી છે...જ્યાં આરોપીઓની સઘન શોધખોળ પોલીસ હાથ ધરશે. આખો મામલો આંતરરાષ્ટ્રીય ચાઇલ્ડ ટ્રાફિકીંગનો છે કે કેમ તથા આ રેકેટનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તથા અન્ય કોઈ ઇસમોની સંડોવણી છે કે કેમ તથા આ સમગ્ર રેકેટમાં કોને શું કમિશન કે લાભ હતો તેની પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આગામી સમયમાં મોટો પર્દાફાશ પણ પોલીસ કરી શકે છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Gujarati news, Vadodara, Vadodara City News