વડોદરાના ત્રણ મિત્રોનું પાવાગઢના તળાવમાં ડૂબી જવાથી મોત

News18 Gujarati
Updated: July 30, 2018, 3:18 PM IST
વડોદરાના ત્રણ મિત્રોનું પાવાગઢના તળાવમાં ડૂબી જવાથી મોત
તળાવના કાંઠેથી સ્કૂટર મળી આવ્યું છે.

  • Share this:
વડોદરામાંથી પાવાગઢ ફરવા ગયેલા ત્રણ મિત્રોના ડૂબી જવાથી મોત થયા છે. પાવાગઢ નજીક આનેલા વડા તળાવમાં નહાવા પડ્યાં બાદ ત્રણેય મિત્રો ડૂબી ગયા હતા. ઘટનાસ્થળે દોડી આવેલા ફાયરબ્રિગેડે ત્રણેયનાં મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા છે.

મળી રહેલી પ્રાથમિક માહિતી પ્રમાણે સંસ્કારી નગરી વડોદરાના ત્રણ મિત્રો સોમવારે ફરવા માટે પાવાગઢ ગયા હતા. ત્રણેય યુવકો શહેરના સલાડવાડા વિસ્તારમાં રહેતા હોવાની માહિતી મળી છે. પાવાગઢ પહોંચ્યા બાદ ત્રણેય મિત્રો વડા તળાવમાં નહાવા માટે પડ્યાં હતાં. જ્યાં એક મિત્ર પાણીમાં ડૂબવા લાગતા બીજા મિત્રો તેને બચાવવા લાગ્યા હતા. જોકે, ત્રણેય મિત્રો એક પછી એક ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. આ અંગેની જાણ લોકોને થતાં ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડે લાંબી શોધખોળ બાદ ત્રણેય મિત્રોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા. મૃતકમાંથી એક યુવકનું નામ તપન શાહ હોવાનું માલુમ પડ્યું છે.

ફાયર બ્રિગેડે તમામના મૃતદેહ બહાર કાઢ્યા હતા.


પોલીસે આ કેસમાં અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે ત્રણ-ત્રણ યુવકો તળાવમાં ડૂબી ગયાના સમાચાર જાણીને હાલોલ તાલુકાના મામલતદાર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો અને મૃતક યુવકોના પરિવારજનો પણ અહીં દોડી ગયા હતા. ત્રણેય મિત્રો સ્કૂટર લઈને વડોદરાથી હાલોલ આવી પહોંચ્યા હતા. તળાવના કાંઠેથી એક્સેસ સ્કૂટર પણ મળી આવ્યું છે. નોંધનીય છે કે બે વર્ષ પહેલા પણ આ તળાવ ખાતે આવી દુર્ઘટના સર્જાઈ હતી. એ સમયે આ તળાવમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના મોત થયા હતા.
First published: July 30, 2018, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading