વડોદરા : તહેવારોની સિઝનમાં 3 બિગ બજેટ ફિલ્મો રિલીઝ (films)થઇ હોવાથી મલ્ટિપ્લેકસમાં (Multiplex)ઘણા લાંબા સમય બાદ ઓડિયન્સ જોવા મળી રહી છે. પરંતુ રાત્રી કર્ફ્યૂ (Night curfew)11 વાગ્યાનો હોવાથી ઓનર્સને ફરી પાછો બિઝનેસમાં ફટકો પડયો છે.
રાત્રી કર્ફ્યૂ હોવાને કારણે 3 શો કેન્સલ કરવા પડવાથી તહેવારોની સિઝન હોવા છતાં શનિવારથી દરરોજ જ તેમના બિઝનેસમાં 30 ટકાનું નુકસાન થઈ રહ્યું છે. હાલમાં ત્રણ સુપરસ્ટાર ફિલ્મ ચાલી રહી છે. જેને કારણે બિઝનેસ લાંબા સમય બાદ બેક ટુ નોર્મલ થયો હતો.
ક્રિસમસ વીકમાં બિઝનેસની આશા હતી. પણ કર્ફ્યૂ લાગુ થતાં દરરોજ 20 થી 30 ટકા નુકસાન થઈ રહ્યું છે. લોકો વીકેન્ડમાં ફેમિલી અને ફ્રેન્ડ સાથે ફિલ્મ જોવા આવતા હોય છે. જેમાં સૌથી વધુ બુકિંગ નવા વર્ષને કારણે થતું હોય છે. મંગળવાર સુધી 60 ટકા શો બુક થઈ ચૂક્યા છે. કારણકે 83 સાથે પુષ્પા અને સ્પાઇડરમેન પણ હીટ જ જઈ રહી છે.
નાઈટ કર્ફ્યૂ લાગુ થતા જ એડવાન્સ બુકિંગ કેન્સલ કરવા પડ્યા છે. બિગ બજેટ મુવી રિલીઝ થતા લોકો ફરી પાછા મલ્ટિપ્લેક્સ તરફ વળ્યા હતા, પરંતુ કર્ફ્યૂ લાગતા નુકસાન થઈ રહ્યું છે.