કારેલીબાગના જાણીતા દિલીપ ખમણ હાઉસ ખાતે આજરોજ સોમવારે મતદાનના દિવસે મતદાન કરીને આંગળી પર શાહીના ટપકાંનું નિશાન બતાવનારને ફ્રી એક પ્લેટ ખમણનો નાસ્તો કરાવવામાં આવ્યો. તંદુરસ્ત લોકશાહી માટે તમામ મતદારો મતદાન કરે અને લોકતંત્રના પ્રહરી બને એ જરૂરી છે.
Nidhi Dave, Vadodara: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો આજે સુનેરો અવસર, લોકશાહીનો અવસર છે. એવામાં ખાસ જે લોકો ચૂંટણીમાં પોતાનું યોગદાન આપ્યું અને મત કરી યોગ્ય ઉમેદવારને મત આપી, દેશ પ્રત્યે પોતાની ફરજ બજાવી છે, એવા તમામ લોકો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું.
કારેલીબાગના જાણીતા દિલીપ ખમણ હાઉસ ખાતે આજરોજ સોમવારે મતદાનના દિવસે મતદાન કરીને આંગળી પર શાહીના ટપકાંનું નિશાન બતાવનારને ફ્રી એક પ્લેટ ખમણનો નાસ્તો કરાવવામાં આવ્યો. તંદુરસ્ત લોકશાહી માટે તમામ મતદારો મતદાન કરે અને લોકતંત્રના પ્રહરી બને એ જરૂરી છે. આજે ચૂંટણીના દિવસે લોકોને પૂરતા પ્રમાણમાં ખમણ દિલીપભાઈ ખવડાવી રહ્યા છે. જેમાં 250 થી 300 કિલો જેટલા ખમણ શહેરીજનોને ખવડાવવાનું આયોજન કર્યું છે.
દિલીપ ખમણ હાઉસના દિલીપભાઈએ જાગૃત અને મતદાનની ફરજ પૂરી કરનાર મતદારોને પોતાની રીતે અને સ્વખર્ચે પ્રોત્સાહિત કરવાનું એક અનોખું આયોજન કર્યું છે. આજરોજ સોમવાર 5 ડિસેમ્બર, સવારે 9 થી અત્યાર બપોર સુધી શહેરીજ નો મત આપીને ફ્રીમાં ખમણની મજા માણી રહ્યા છે. જેમાં અત્યાર સુધી હજારો લોકોએ મત આપીને પોતાની ફરજ પણ નિભાવી અને ફ્રીમાં ખમણ પણ ખાધા. વધુમાં જણાવ્યું કે, જાતે મતદાન કરવું અને અન્ય મતદારોને મત આપવા માટે જાગૃત અને પ્રોત્સાહિત ક૨વા એ પ્રત્યેક નાગરિકની ફરજ છે. આ ફરજ નિભાવીને લોકશાહીને મજબૂત ક૨વામાં શક્ય યોગદાન આપવા અમે આ આયોજન કર્યું છે.