Home /News /madhya-gujarat /

સૂચના - કાચા દિલના દારુડિયાઓએ આ સમાચાર વાંચવા નહીં

સૂચના - કાચા દિલના દારુડિયાઓએ આ સમાચાર વાંચવા નહીં

    ફરીદ ખાન, વડદોરા

    રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય એવું લોકો માની રહ્યાં છે, જો વાત તો સાચી જ છે, રાજ્યભરમાં દારૂની રેલમછેલ જોવા મળે છે. જો કે સારી વાત એ છે કે પોલીસ દ્વારા કેટલાક પ્રમાણમાં દારૂ પકડી પણ લેવામાં આવે છે અને બૂટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે, તેમ છતાં માત્ર થોડા કિસ્સામાં જ પોલીસના હાથે દારૂનો જથ્થો હાલ લાગે છે, કરોડો રૂપિયાનો દારૂની હેરફેર તો ચાલુ જ છે. વડોદરામાં આવા જ પોલીસે જપ્ત કરેલા દારૂના જથ્થા પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

    અહીં ક્લિક કરી વાંચો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં તમારું નામ કેવી રીતે ચેક કરશો?

    વડોદરા ગ્રામીણ પોલીસે દારૂની બોટલોને એક મેદાનમાં એકત્રિત કરી અને પછી તેના પર બૂલડોઝર ફેરવી દીધું. નાની-મોટી, સસ્તી-મોંઘી કુલ મળીને 55724 દારૂની બોટલોનો નાશ કરાયો હતો. આ દારૂની કિંમત અધધ 1 કરોડ 52 લાખ 39 હજાર 405 રૂપિયા થતો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    દારૂના નાશની કામગીરી Dyspની હાજરીમાં હાથ ધરાઇ હતી


    હાઇવે નંબર 8 પાસે આવેલા કોટાલી ગામે આ દારૂના નાશની કામગીરી Dyspની હાજરીમાં હાથ ધરાઇ હતી. નાશ કરાયેલા દારૂનો જથ્થ પોલીસે વિવિધ ગુના હેઠળ વર્ષ 2016થી 2018 સુધીમાં જપ્ત કર્યો હતો. થોડા સમય પહેલા જ મોરબી અને મહેસાણા પોલીસ પણ આવી જ રીતે લાખો રૂપિયાના દારૂ પર બૂલડોઝર ફેરવી દીધું હતું. ત્યારે સવાલ એ થાય કે રાજ્યમાં દારૂબંધી હોવા છતા કરોડો રૂપિયાનો દારૂ આવે છે ક્યાંથી, શું રાજ્યમાં બૂટલેગરોને છુટ્ટો દોર મળી ગયો છે, શું ગુનેગારોમાં પોલીસનો ખોફ રહ્યો નથી કે પછી પોલીસની જ રહેમનજર છે ?

    આ પણ વાંચો ટાઈમપાસ કરતા કરતા પણ બની જશે માઇક્રોવેવમાં ગાજરનો હલવો
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Destroyed by Police, Liquor Bottle, Liquor destroyed, Thousand of liquor, Vadodara POLICE, દારુનો નાશ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन