Home /News /madhya-gujarat /

Vadodara: વડોદરામાં સોનાના પારણામાં ઝૂલશે નંદલાલા; લક્ષ્મીનારાયણ મંદિરમાં થશે ભવ્ય ઉજવણી

Vadodara: વડોદરામાં સોનાના પારણામાં ઝૂલશે નંદલાલા; લક્ષ્મીનારાયણ મંદિરમાં થશે ભવ્ય ઉજવણી

પ્રથમ

પ્રથમ વખત બનશે કે, લાલજી સોનાના પારણામાં ઝુલશે અને સોનાના સિંહાસન પર બિરાજશે...

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સ્થિત વર્ષો જૂનું શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં ભગવાનને સોનાના પારણામાં ઝૂલાવવામાં આવશે.કૃષ્ણ જન્મોત્સવને લઈ મંદિરમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે.

    Nidhi dave, Vadodara: વડોદરામાં જન્માષ્ટમી પર્વને (Janmashtami Celebration) લઈ કૃષ્ણ ભક્તોમાંભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. એક તરફ બજારોમાં જન્માષ્ટમીની ઉજવણી માટે ખાસ લાલજી માટે વાઘા, મુગટ, શણગારની સામગ્રી લેવા માટે ઉમટી પડ્યા ભારે ભીડ જોવા મળી રહીછે. તો બીજી તરફ શહેરના મંદિરોમાં પણ કૃષ્ણ જન્મની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સ્થિત વર્ષો જૂનું લક્ષ્મીનારાયણ મંદિર (Shri Lakshminarayan Temple ) કે જેમાં આ વર્ષે જન્માષ્ટમી નિમિત્તે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.



    લક્ષ્મીનારાયણ મંદિરના પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું કે, જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે મંદિરને શણગારતા હોય છે પરંતુ આ વર્ષે ભગવાનનાચાંદીનાસિંહાસન અને પારણા પર સોનું ચડાવવામાં આવ્યું છે.



    સુવર્ણ સિંહાસન અને પારણું બનતા લગભગ ત્રણ મહિના જેટલો સમયગાળો લાગ્યો હતો અને આ ખાસ 8 થી 10 કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં 24 થી 25 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પારણાનેવિપુલભાઈ કંસારા નામના કારીગરે બનાવ્યું છે.



    વડોદરા શહેરમાં આ પ્રથમ વખત એવું બનશે કે, લાલજી સોનાના પારણામાં ઝુલશે અને સોનાના સિંહાસન પર બિરાજમાન થશે. આમાં લગભગ 200 ગ્રામ જેટલું સોનુ વાપરાયું છે.



    જન્માષ્ટમીના દિવસે રાત્રે 8 કલાકે મંદિરના દ્વાર બંધ થશે અને ભગવાનનું શૃંગાર કરવામાં આવશે. ત્યારબાદ રાતના દસ કલાકથી 12 કલાક દરમિયાન ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે .



    અને 12 કલાકે કૃષ્ણ જન્મ કરી , જન્મોત્સવની  આરતી કરવામાં આવશે.આરતીનો લાહવો તમામ ભક્તો લઈને ઘન્યતા અનુભવશે અને ઉજવણી કરશે.
    First published:

    Tags: Janmashtami 2022, Krishna Janmotsav, Lord krishna, Vadodara

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन