Home /News /madhya-gujarat /Vadodara: માત્ર ત્રણ દિવસમાજ શહેરના આ 6 યુવાનોએ કેદારકંઠા સર કર્યું

Vadodara: માત્ર ત્રણ દિવસમાજ શહેરના આ 6 યુવાનોએ કેદારકંઠા સર કર્યું

દરિયાની સપાટીથી 12, 500 ફૂટ ઉપર કેદારકંઠાની ટોચ આવેલ છે...

દિવાળીના સમયે કેદારનાથ મંદિરના કપાટ બંધ થયા અને ટ્રેકરો માટે કેદારકંઠાનો રસ્તો ખુલ્લો થયો. દરિયાની સપાટીથી 12, 500 ફૂટ ઉપર આવેલી કેદારકંઠાની ટોચ ઉપર વડોદરાના 6 યુવાનો ફક્ત ત્રણ દિવસમાં પહોંચી ગયા હતા.

  Nidhi Dave, Vadodara: દિવાળીના સમયે કેદારનાથ મંદિરના કપાટ બંધ થયા અને ટ્રેકરો માટે કેદારકંઠાનો રસ્તો ખુલ્લો થયો. દરિયાની સપાટીથી 12, 500 ફૂટ ઉપર આવેલી કેદારકંઠાની ટોચ ઉપર વડોદરાના 6 યુવાનો ફક્ત ત્રણ દિવસમાં પહોંચી ગયા હતા. જ્યારે યુવાનોમાં આસ્થા અને ટોચ સુધી પહોંચવાનો જોશ હોય તો એ તમામ શિખરોને સર કરી જાય છે.

  જે વિશે માહિતી આપતા થ્રિલ બ્લેઝર્સના ફાઉન્ડર ધૈવત પંડ્યાએ જણાવ્યું હતું કે, પૌરાણિક કથાઓ સાથે કેદારકંઠાનો ઈતિહાસ જોડાયેલો છે. કેદારકંઠા ખાતે હનુમાનજી દાદાએ તપ કર્યું હતું અને મહાભારતના યુદ્ધમાં પાંડવો દ્વારા બ્રહ્મ હત્યા થઇ હતી. જેના પ્રાયશ્ચિત માટે તેઓ ભગવાન શિવ પાસે ક્ષમા યાચના માંગવા માટે કેદારકંઠા આવ્યા હતાં. ગોવિંદ વાઈલ્ડ લાઈફ સેંચૂરી ખાતે આવેલા કેદારકંઠા ખાતે શહેરના કપિલ વિરપરા, મહર્ષિ પુરોહિત, કલ્પેશ પંડ્યા, સ્મિથ દરજી, રવિ પટેલ અને વિનય પંડિત સહિતના 6 યુવાઓએ ત્રણ દિવસમાં ટ્રેકિંગ પૂર્ણ કર્યું હતું.

  જેમાં પહેલા દિવસે તેઓ સાંકરીથી જુડા કા તાલાબ ગયા હતાં. જ્યાં રાત્રી રોકાણ બાદ બીજા દિવસે બેઝ કેમ્પ પહોંચ્યા હતા. જ્યાં રાત્રિના સમયે કેમ્પ ફાયર કર્યા બાદ મધ્ય રાત્રિના 2: 30 કલાકે કેદારકંઠાની ટોચ ઉપર જવા માટે ચઢાણ કર્યું હતું. સુર્યોદય થતાની સાથે જ યુવાનોએ ટ્રેકિંગ પૂર્ણ કર્યું હતું.

  કેદારકંઠાની ટોચ ઉપર જવાનો સૌથી સારો સમય સુર્યોદય અને તેની પછીના 2 થી 3 કલાક જ છે. કારણ કે ત્યારબાદ ત્યાં એ ઝડપથી પવન આવે છે કે તે પવન મનુષ્યને ઉભા પણ નહીં રહેવા દેતો. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે બિયાસ કુંડ અને બૃગુ લેક ખાતે થ્રિલ બ્લેઝર્સના યુવાનોએ સૌથી પહેલી સમિટ કરી હતી. ઉપરાંત થ્રિલ બ્લેઝર્સને ગુજરાત ટુરિઝમ એવોર્ડ છેલ્લા 4 વર્ષથી પ્રાપ્ત થાય છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Local 18, Vadodara, પર્વત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन