Home /News /madhya-gujarat /Vadodara: આ મહિલાએ એવો આઈડિયા અપનાવ્યો કે સરકારી શાળાનો ડ્રોપઆઉટ રેશિયો ઘટી ગયો, વિદ્યાર્થિનીઓનો જુસ્સો વધી ગયો

Vadodara: આ મહિલાએ એવો આઈડિયા અપનાવ્યો કે સરકારી શાળાનો ડ્રોપઆઉટ રેશિયો ઘટી ગયો, વિદ્યાર્થિનીઓનો જુસ્સો વધી ગયો

X
ગામડાની

ગામડાની છોકરીઓને શાળાએ પાછા લાવવા માટે એક અસરકારક સાધન તરીકે ફૂટબોલ રમતનો ઉપયોગ

સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા વિશાખા ભાલેએ વિદ્યાર્થીઓ માટે રમત ગમત અને વિવિધ એક્ટિવિટઓનો ઉમેરો કર્યો હતો. જેની મદદથી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સરકારી શાળાઓમાં 1થી 10મા ધોરણ સુધી ભણતી છોકરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

વધુ જુઓ ...
Nidhi Dave, Vadodara: ફૂટબોલની રમત ભરૂચ જિલ્લાની સરકારી શાળાઓ માં ભણતી છોકરીઓના ડ્રોપ આઉટ રેશિયોને સુધારવામાં મદદ કરી રહી છે. સાંભળીને નવાઈ લાગી, પણ વાત સાચી છે.ફૂટબોલની મદદથી 37 વર્ષીય મહિલા માત્ર છોકરીઓને શિક્ષણ તરફ જ પ્રેરિત કરતી નથી, પરંતુ શાળા છોડવા ના ગુણોત્તરમાં સુધારો કરીને ગામની મહિલાઓને સશક્ત પણ કરી રહી છે. આ મહિલાઓ હવે પ્રશિક્ષિત કોચ છે જે છોકરીઓને ફૂટબોલની તાલીમ આપી રહી છે અને તેમને શાળાએ જઈને અભ્યાસ કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.

37 વર્ષીય મહિલા વિશાખા ભાલે, જંબુસર અને ભરૂચ જિલ્લાના વિસ્તારમાં ગામડાની છોકરીઓને શાળાએ પાછા લાવવા માટે એક અસરકારક સાધન તરીકે ફૂટબોલ રમતનો ઉપયોગ કરી રહી છે. પોતે ફૂટબોલ ખેલાડી હોવાને કારણે તેને શાળાની વિદ્યાર્થિનીઓને ફરીથી અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરવા માટે આ રમતનો અસરકારક આધાર તરીકે ઉપયોગ કર્યો અને તેથી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં સફળતા મેળવી.આ સાથે આ યુવતીઓએ રાજ્ય કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લઈ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ગામડાઓની મહિલાઓ પણ ઘરની બહાર આવીને પોતાનું નામ કમાવવામાં સફળ રહી.વિશાખા ભાલે એ જણાવ્યું કે, "2017 માં હું જંબુસર સ્થિત નંદી ફાઉન્ડેશનમાં પ્રોગ્રામ આસિસ્ટન્ટ તરીકે જોડાયેલી. કૃષિ, ખેડૂતો, શિક્ષણ, યુવાનોના ક્ષેત્રમાં કામ કરે છે. તેમનો એક કાર્યક્રમ નન્હી કલી છે જે શાળામાં જતી છોકરીઓના શિક્ષણ માટે સક્રિય છે.સરકારી શાળાઓમાં 1થી 10 મા ધોરણ સુધી ભણતી છોકરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.અને તેમના ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડવાનો પ્રયાસ કરે છે. અમે તેમને ફૂટબોલની રમત સાથે જોડ્યા અને સારા પરિણામ મળવા લાગ્યા.પરંતુ વધુ સારા કોચ મેળવવામાં સમસ્યા હતી અને પછી અમે ગ્રામીણ તાલીમ આપી. મહિલાઓ, જેઓ પ્રથમ વખત તેમના ઘરની બહાર આવી અને તેમની પુત્રીઓને તાલીમ આપવા માટે રમતગમતમાં જોડાઈ. અને 24 મહિલાઓએ બેઝિક કોર્સ સાથે ઈ લાઇસન્સ લીધા છે જે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની વેબસાઈટ પર પણ જોઈ શકાય છે. તેઓએ ગયા સપ્ટેમ્બરમાં આ લાઇસન્સ મેળવ્યું હતું અને હવે ડી લાયસન્સ પરીક્ષા આપવા જઈ રહ્યા છે.આ પ્રોજેક્ટની મદદથી તેઓ જંબુસર, આમોદ, નેત્રંગ અને વાલિયાના બાળકોને શાળાએ પાછા લાવવામાં સફળ રહ્યા છે. વધુમાં જણાવ્યું કે, "અમે જોયું કે છોકરીઓ શાળાએ આવતી નથી, તેમની હાજરી સારી નથી, પોષણનું સ્તર પણ ઓછું છે.પૂછવા પર તેઓએ ખો-ખો અને કબડ્ડી જેવી રમતો રમવાનું કહ્યું. તેને ધ્યાનમાં રાખીને, અમે ફૂટબોલની રમત તરીકે રજૂ કર્યું અને તે કુલ ફિટનેસ સાથે તેમના ભણતરમાં સુધારો કરવામાં મદદ કરી. ઇતિહાસમાં પ્રથમ વખત, ગ્રામીણ વિસ્તારની આ મહિલાઓને રાજ્ય કક્ષાએ માન્યતા મળી અને છોકરીઓ તેમના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી અંડર 17 ફૂટબોલ ટુર્નામેન્ટમાં રમી. તે અમારું સપનું છે કે તમામ છોકરીઓ અહીં રમે.આજે 5000 છોકરીઓ અમારી સાથે સક્રિય છે અને ગામડાની મહિલાઓ સમાજના બંધનમાંથી બહાર આવીને તેમના સપના પૂરા કરી રહી છે. અમે 2018 માં 2 શાળાના બાળકો સાથે શરૂઆત કરી હતી અને આજે સંખ્યામાં વધારો થયો છે અને છોકરીઓ શાળામાં પાછી ફરી છે.

ગુજરાત સરકારે પણ ટેકો આપ્યો છે કારણ કે અમે શાળાઓના મેદાન અને વર્ગખંડોનો ઉપયોગ કરીને સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ. હવે ભારતના અન્ય રાજ્યો અને ગુજરાતમાં દાહોદ, ડાંગ, નર્મદા, સાબરકાંઠા, બનાસકાંઠા જેવા સ્થળોએ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. અમારા મુખ્ય કોચ લિસા મુરાવસ્કી જે બેલ્જિયમથી છે તે વર્ષમાં એક વાર અહીં આવે છે અને બાળકો અને મહિલાઓને તાલીમ આપે છે. આ ઉપરાંત, તે આખા વર્ષ દરમિયાન સંપર્કમાં રહે છે અને  માર્ગદર્શન આપે છે.
First published:

Tags: Local 18, Students, Vadodara