Home /News /madhya-gujarat /Vadodara: વિખ્યાત સંગીતકારોના વાજિંત્રોને સૂર આપે છે આ તાંજોરકર પરીવાર

Vadodara: વિખ્યાત સંગીતકારોના વાજિંત્રોને સૂર આપે છે આ તાંજોરકર પરીવાર

સંગીત

સંગીત ક્ષેત્રે ખ્યાતનામ તાંજોરકર પરીવાર

વડોદરાના પ્રથમ પ્રોફેસનલ ઓર્કેસ્ટ્રા ઓપેર મ્યુઝિક સર્કલના તેઓ સ્થાપક હતા. પ્રભાકરજીના પુત્ર પુરુષોત્તમભાઈ હાલમાં સંગીત ક્ષેત્રે કાર્યરત છે. જેઓ મ્યુઝિક વાદ્યો બનાવવાની સાથે સાથે વગાડે પણ છે અને એની મરમત પણ કરે છે.

    Nidhi Dave, Vadodara: વડોદરાના સંગીત કલા ક્ષેત્રમાં પ્રભાકર તાંજોરકરનું નામ વિશિષ્ટ રીતે જાણીતું છે. સંગીતના સાધનો બનાવવા અને મરમત કરવાના કારીગર તરીકે તેમણે નામના મેળવી. તેઓ એક એકોર્ડીંયનિસ્ટ હતા. વડોદરાના પ્રથમ પ્રોફેસનલ ઓર્કેસ્ટ્રા ઓપેર મ્યુઝિક સર્કલના તેઓ સ્થાપક હતા. પ્રભાકરજી ના પુત્ર પુરુષોત્તમભાઈ હાલમાં સંગીત ક્ષેત્રે કાર્યરત છે. જેઓ મ્યુઝિક વાદ્યો બનાવવાની સાથે સાથે વગાડે પણ છે અને એની મરમત પણ કરે છે. છેલ્લા 100 વર્ષથી આ પરિવાર સંગીત ક્ષેત્રે જોડાયેલું છે.

    નવલી નવરાત્રિના પાવન અવસર પર તાંજોરકર પરિવાર પાસે શ્વાસ લેવાનો પણ સમય હોતો નથી. ઠેર ઠેરથી વાદ્યો મરમત માટે આવે છે. નવરાત્રી સુધીમાં તો 50 થી 100 જેટલા હાર્મોનિયમ અને તબલાની મરમત કરી ચુક્યા હોય છે. ખાસ વાતતો એ છે કે,



    તાંજોરકર પરિવાર પહેલા સંગીત વગાડવા પણ જતું પરંતુ હવે સમયના અભાવના કારણે ફક્ત મરમત કાર્ય કરી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે વડોદરાના પ્રખ્યાત સંગીતકાર અને ગાયક કલાકાર અતુલ પુરોહિત, રવીનાયક, પારુલ શાહના વાદ્યોની મરમત પુરષોતમ તાંજોરકર કરે છે.



    પ્રભાકર તાંજોરકરને સંગીત અને કલા વારસામાં મળ્યા હતા. પ્રભાકરજીના પુત્ર પુરુષોત્તમભાઈ એ જણાવ્યું કે તાંજોરકર પરિવારને સર સયાજીરાવ ખાસ નૃત્ય સંગીતના પ્રોગ્રામમાં આમંત્રિત કરતા હતા. તદુપરાંત મારા પિતા અને દાદા સંગીત ક્ષેત્રના મોટા મોટા મહાનુભવોને પણ મળેલા છે. જેમકે, અનિલ વિશ્વાસ, મુકેશ કુમાર, નરેશ કુમાર, રાજકપુર, વગેરે.



    આ પણ વાંચો: જિમ્નાસ્ટિકમાં આ ખેલાડિયો ગુજરાતને અપાવશે મેડલ; કરી રહ્યા છે તનતોડ મહેનત

    પ્રભાકર તાંજોરકર વાદ્યસર્જનકાર હતાં.જેમણે માઉથ ઓર્ગનના સુરોને હાર્મોનિયમમાં ઉતારવાના સફળ પ્રયત્ન કર્યા હતા. જે સામાન્ય હાર્મોનિયમ કરતા કદમાં નાનું હતું. અનિલ વિશ્વાસ જ્યારે વડોદરા આવ્યા ત્યારે પ્રભાકર છીએ આ હાર્મોનિયમ તેમને બતાવ્યું હતું.



    અચંબામાં પડેલા અનિલદાએ આ મિનિ હારમોનિયમ માંગી લીધું તે પછી તો આવા એક એક હાર્મોનિયમ સંગીતકાર કલ્યાણજી અને ત્યારે લાલજીના કબાટમાં પહોંચી ગયા.તદુપરાંત સંગીતકાર મૂકેશે પણ આ વાક્ય વગાડીને જોયું હતું.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Music, Music artist, Repairing, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन