Home /News /madhya-gujarat /Vadodara: વર્ષ 1939થી આ ચૌહાણ પરિવાર બનાવે છે રાજમહેલની ગણેશ મૂર્તિ, કેમ 80 વર્ષથી નથી બદલાતો ભગવાનો રૂપ! જાણો અહી

Vadodara: વર્ષ 1939થી આ ચૌહાણ પરિવાર બનાવે છે રાજમહેલની ગણેશ મૂર્તિ, કેમ 80 વર્ષથી નથી બદલાતો ભગવાનો રૂપ! જાણો અહી

વર્ષ

વર્ષ 1940થી આજદીન સુધી એક જ રંગરૂપ સ્વરૂપની મૂર્તિ રાજમહેલ માટે બનાવવામાં આવી છે

ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી.આ મૂર્તિને 1939થી બનાવે છે વડોદરાનો ચૌહાણ પરિવાર.

    Nidhi Dave, Vadodara: ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજી વડોદરા શહેરના ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે. જેઓ છેલ્લા 80 વર્ષથી ગણેશજીની મૂર્તિ બનાવે છે. આ મૂર્તિ બનાવતી વખતે ખાસ પ્રકારની કાળજી રાખવી પડે છે.આ મૂર્તિની હાઈટ 36 ઈંચની જ રાખવાની હોય છે.


    રાજમેહલના ગણેશજીની મૂર્તિને ચૌહાણ પરિવાર છેલ્લા 80 વર્ષથી બનાવે છે. ચૌહાણ પરિવારના મૂર્તિકારલાલસિંહ ચૌહાણે મહારાજાસર સયાજીરાવના કહેવા પ્રમાણે 1926માં સૌ પ્રથમ મૂર્તિ બનાવી હતી.ત્યાર બાદ 1939થી આજ સુધી રાજવી પરિવારની માંગ પ્રમાણે ચૌહાણ પરિવાર ગણેશજીની માટીની મૂર્તિ બનાવે છે. જેની દર ગણેશ ચતુર્થીએ 10 દિવસ મહેલમાં સ્થાપના કરી ભગવાનની પૂજા અર્ચના કરી ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે.


    આ પણ વાંચો: Vintage car rally: રાહુલ ગજ્જરની સેવરોલેટ વિન્ટેજ કાર રેલી માટે પસંદગી પામી

    મૂર્તિકાર લાલસિંહ ચૌહાણ મૂર્તિ બનાવવા અંગે જણાવે છે કે આ રાજવી પરિવારના ગણપતિની મૂર્તિને ખાસ પ્રકારથી બનાવવામાં આવે છે. જેની ખાસ વાત એ છે કે 1939માં જે પ્રકારની મૂર્તિ બનાવવામાં આવી હતી તેજ રીતે તેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વગર દર વર્ષે બનાવવામાં આવે છે. તેની આ ખાસ વાત હોય છે.તેઓ મૂર્તિના આકાર વિશે જણાવ્યું હતું કે આ મૂર્તિની રૂપ-રેખા વર્ષ 1939માં કાશીના પંડિતોએ જણાવ્યા પ્રમાણે જ બનાવવામાં આવે છે. 1939માં સર સયાજીરાવ મહારાજે તેઓના પિતાકૃષ્ણ બી. ચૌહાણ પાસે ગણેશજીની મૂર્તિ ગણેશ ચતુર્થી નિમિત્તે બનાવી આપવાની માંગ કરી હતી. જે બાદ તેઓના પિતાએ ગણેશજીની મૂર્તિ બનાવી આપી હતી.


    મૂર્તિકાર લાલસિંહ ચૌહાણે જણાવ્યું કે આ રાજમહેલની મૂર્તિની ઊંચાઈને 1939થી એક જ માપની બનાવવામાં આવે છે. જેની ઊંચાઈ 36 ઈંચ હોય છે. જેની ફૂટમાં ઊંચાઈ3 ફૂટ હોય છે અને વજન 90 કિલો હોય છે. આ ગણેશજીની મૂર્તિની ખાસ પ્રાકરની માટીગ્રે માટીથી બનાવવામાં આવે છે.આ ગ્રે માટી ખાસ ભાવનગરથી મંગાવવામાં આવે છે. મૂર્તિને બનાવવામાં આશરે એક મહિનાનો સમય લાગે છે. મૂર્તિ બન્યા બાદ તેને રંગોરંગાન કરી આખરી ઓપ આપી તૈયાર કરી દેવામાં આવે છે. જેથી રાજવી પરિવાર ગણેશ ચતુર્થીના દિવસે સવારે ગાજતેવાજતે ભગવાનને પાલખીમાં સવાર કરી સ્થાપના માટે રાજમહેલમાં સ્થાપના માટે લઈ જવામાં આવે છે.


    આ પણ વાંચો: Environment Friendly Ganesha : વડોદરાની આ મહિલાઓ બનાવે છે ગણેશજીની વિશેષ મૂર્તિ; વિસર્જન બાદ ઉછેરી શકાશે વૃક્ષ

    મૂર્તિકાર લાલસિંહ ચૌહાણે જણાવ્યું કે, પિતાજી કૃષ્ણ બી.ચૌહાણએ રાજમહેલના ફતેસિંહ મ્યુઝિયમમાં જે ચિત્રો સચવાયેલા છે એનું રિસ્ટોરેશન પણ તેઓએ કર્યું છે. ત્યારબાદ તેમણે વડોદરા શહેરનોકીર્તિસ્થંભ જે રેડ ઇટાલિયન માર્બલમાંથી બનાવવામાં આવ્યો છે તે અને કીર્તિ મંદિરની અંદર આરસપહાણની મૂર્તિઓ તથા પંચધાતુની મૂર્તિઓ પણ તેઓના પિતાજીએ બનાવી છે. લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપના કરવામાં આવતી ગણેશજીની મૂર્તિને હાલ ચૌહાણ પરિવારના ત્રણે ભાઈઓ બનાવે છે.વર્ષ 1987માં પિતાના મૃત્યુ બાદ લાલસિંહ, માનસિંહ, પ્રદીપ અને મંગેશ ચૌહાણ આ મૂર્તિને પિતાની જેમજ ખાસ કાળજી રાખી 1939મા બનાવામાં આવેલી ગણેશ મૂર્તિ જેવી આબેહુબ રંગોરંગાન કરી બનાવે છે.

    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Ganesh Chaturthi, Ganesh idol, Ganesh Mahotsav, Vadodara

    विज्ञापन
    विज्ञापन