vadodara crime news: ડભોઇના ધારાસભ્ય (MLA) શૈલેષ મહેતા (સોટ્ટો) (Shailesh Mehta) ના આયુસ સોસાયટી કૃષ્ણ સિનેમા સામે આવેલા જનસંપર્ક કાર્યાલય પર મોડી રાત્રે ચોરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વડોદરા: ડભોઈ તાલુકામાં (Dabhoi) છેલ્લા 20 દિવસથી ચોરોએ આતંક મચાવ્યો છે. ત્યારે ડભોઇના ધારાસભ્ય (MLA) શૈલેષ મહેતા (સોટ્ટો) (Shailesh Mehta) ના આયુસ સોસાયટી કૃષ્ણ સિનેમા સામે આવેલા જનસંપર્ક કાર્યાલય પર મોડી રાત્રે ચોરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને તાળું તોડ્યું હતું. તસ્કરોએ કાર્યાલયનું તાળુ તોડીને કાર્યાલયમાં ઘૂસી ગયા હતા પરંતુ કંઈ મળ્યું નહી, તો બાજુની સોસાયટીમાં ડભોઇના મામલતદારના ઘરની સામે પણ એક મકાનમાં ચોરોએ ઘરનું તાળું તોડીને ઘૂસી ગયા હતા.
ડભોઇમાં અંદાજીત 35 જેટલા ઘરના તેમજ દુકાનના તાળા તૂટ્યા છે. જેમાં એચ.ડી.એફ.સી બેંકમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ધારાસભ્ય શૈલેષ મહેતા એ એસ.પી સુધીર દેસાઈ ને રજૂઆત કરશે.
આ ચોરી બાબતની ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આ બાબતની રજૂઆત કરવામાં આવશે કે ડભોઇમાં પોલીસ સ્ટાફ વધારે અને તસ્કર ગેંગ ટોળકીને વહેલામાં વહેલી તકે ઝડપી પાડી તેવી માંગ ધારાસભ્ય શૈલેશ મહેતાએ કરી છે. આ સાથે જ ડભોઇ પોલીસને પણ રાત્રી પેટ્રોલીંગ વધારવા રજુઆત કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર