વડોદરા : SBIનું ATM તોડવા આવ્યો હતો ચોર, ખભે મૂકીને લાવ્યો હતો મોટું ગેસ કટર, વીડિયો થયો Viral

વડોદરા : SBIનું ATM તોડવા આવ્યો હતો ચોર, ખભે મૂકીને લાવ્યો હતો મોટું ગેસ કટર, વીડિયો થયો Viral
વડોદરામાં એટીએમ ચોરીનો નિષ્ફળ પ્રયાસ પરંતુ સીસીટીવીમાં ઝડપાઈ ગયો ચોર

વડોદરાના મકરપુરામાં રાત્રિ કર્ફ્યૂની વચ્ચે એટીએમ તોડવા આવેલો ચોર સીસીટીવી વીડિયોમાં દેખાયો, ગેસ કટર હતું છતાં નિષ્ફળ ગયો

 • Share this:
  વડોદરા : તાજેતરમાંજ સુરત શહેરમાંથી રાત્રિ કર્ફ્યૂમાં (Night Curfew) સોનાની દુકાન લૂંટવા નીકળેલી રીક્ષા ગેંગ ઝડપાઈ અને તેમણે કબૂલાત કરી કે રાત્રિ કર્ફ્યૂનો લાભ લઈને તેઓ લૂંટ અને ચોરી કરવા માંગતા હતા. દરમિયાન આ ઘટનાના 24 કલાકની અંદર જ વડોદરામાં (Vadodara) એક સીસીટીવી વાયરલ (Viral CCTV Video) થયો છે જેમાં મકરપુરા વિસ્તારમાં આવેલી સ્ટેટબેન્ક ઓફ ઇન્ડિયાનું (SBI ATM) એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે.

  જોકે, આ બનાવની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે એટીએમ તોડવા માટે ચોર કોઈના પણ ડર વગર પોતાના ખભે મસમોટું ગેસકટર નાખીને આવ્યો હતો. બિલ્ડીંગના સીસીટીવી વીડિયોમાં આ ચોર કેદ થયો છે. જોકે, તે એટીએમ તોડી ન શક્યો પરંતુ તેનો આ વીડિયો આ હાલમાં વાયરલ થઈ રહ્યો છે.  આ પણ વાંચો :  સુરતમાં આશ્ચર્યજનક ઘટના : યુવક જેકેટથી ટેમ્પાના હૂકમાં ફાંસો લાગેલી હાલતમાં મળી આવ્યો, આપઘાત કે હત્યા રહસ્ય ઘેરાયું  પ્રાપ્ત વિગતો અનુસાર, કોરોના પર કાબુ મેળવવા માટે રાજ્યના ચાર પ્રમુખ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રાત્રે 9 થી લઇને સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અલમમાં હોય છે. રાત્રી કર્ફ્યુ દરમિયાન શહેરીજનો અકારણ બહાર નિકળે તો કર્ફ્યુના ઉલ્લંઘન બદલ દંડ ભરપાઇ કરવો પડી શકે છે. તેવા સમયે શહેરના અનેક વિસ્તારોમાં રાત્રીના સમયે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. જેને કારણે પોલીસના રાત્રી કર્ફ્યુની અમલવારી અને પેટ્રોલીંગની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

  આ પણ વાંચો :  વડોદરા : ચોરીના વાહન સાથે ઝડપાયેલા શખ્સોએ પોલીસને ચોંકાવી, બાઇક-ચોરી સાથે દારૂની હેરફેરનું મોટું નેટવર્ક ઝડપાયું

  રવિવારે મોડી રાત્રે 2-30 કલાકે મકરપુરા વિસ્તારમાં આવેલું SBI નું ATM તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. SBI નું ATM તોડવા માટે ચોર મસમોટું ગેસકટર સહિતનો સામાન પોતાના ખભે લઇને આવ્યા હતા. અને મળસ્કે SBI નું ATM તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, ગેસ કટર વડે SBI નું ATM તોડવાનો પ્રયાસમાં કેશ બોક્સ તોડવામાં સફળતા મળી ન હતી. એટલે ચોરીનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો.
  Published by:Jay Mishra
  First published:December 28, 2020, 22:18 pm

  ટૉપ ન્યૂઝ