Home /News /madhya-gujarat /વડોદરાવાસી માટે ખાસ સમાચાર : મનીષા ચોકડી - દિવાળીપુરા રોડ ત્રણ મહિના માટે બંધ કરાયો

વડોદરાવાસી માટે ખાસ સમાચાર : મનીષા ચોકડી - દિવાળીપુરા રોડ ત્રણ મહિના માટે બંધ કરાયો

X
વડોદરા:ફ્લાય

વડોદરા:ફ્લાય ઓવરની કામગીરીને પગલે મનીષા ચોકડી - દિવાળીપુરા રોડ ત્રણ મહિના માટે બંધ કરાયો

બીજી બાજુ શહેરમાં ફેશન મંત્રા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું તો, ૧૫ મી ઓગસ્ટે સમા તળાવ ખાતે ધ્વજારોહણ કરાશે.

    1. શહેરમાં ફેશન મંત્રા એક્ઝિબિશનનું આયોજન  

    તહેવારોનો સમય આવતાની સાથે જ શહેરમાં જાતજાતના એક્ઝિબિશનોનું આયોજન થતું હોય છે. તેમાં તારીખ 12-13 ઓગષ્ટના રોજ સવારે 10 થી રાતના 9 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લું રાખવામાં આવશે. આ એક્ઝિબિશનન એ દિવસ હોટલ તાજ-વિવાંતા ખાતે સ્થિત છે. ફેશન મંત્રા એક્ઝિબિશનનું આયોજન પિયુસ ઠક્કર દ્વારા કરવામાં આવેલ છે.

    આ એક્ઝિબિશન ઘણા વર્ષોથી કરવામાં આવે છે. એક્ઝિબિશન ઘણા રાજ્યોમાં જેમકે, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્માં યોજાતું હોય છે. આ એક્ઝિબિશન ખાસ કરીને ત્યારે જ યોજવામાં આવે છે જયારે કોઈ તહેવાર આવવાનો હોય. તહેવારોને અનુરૂપ આ પ્રકારના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વખતે જે એક્ઝિબિશન કરવામાં આવેલ છે એ ખાસ કરીને બહેનો માટેનું છે, જેમાં તેમને દરેક જાતની વસ્તુઓ મળી રહે. આ એક્ઝિબિશનમાં અલગ અલગ રાજ્યોમાંથી એક્ઝિબિટર્સ જોડાતા હોય છે, જે એમના રાજ્યની ખાસિયત હોય તેનું પ્રદર્શન કરવામાં આવતું હોય છે. આ પ્રકારના એક્ઝિબિશનથી ગ્રાહકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળતો હોય છે. વડોદરાવાસીઓ આ પ્રકાના એક્ઝિબિશનના ખુબ જ શોખીન હોય છે.

    2. આજથી મનીષા ચોકડી - દિવાળીપુરા રોડ બંધ 

    વડોદરા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડીના સાડા ત્રણ કિલોમીટર લાંબા ફલાયઓવરમાં મનીષા ચોકડીથી દિવાળીપુરા ચોકડી સુધીની કામગીરી કરવાની હોવાથી આજથી ત્રણ મહિના જેટલા સમય માટે આ બ્રિજ પર મોટા વાહનો માટે પ્રતિબંધિત રહેશે. શહેર ટ્રાફીક શાખા દ્વારા ટ્રાફીક ડાયવર્ઝન બહાર પાડવામાં આવ્યું છે, તે અનુસાર વાહન ચાલકોએ જવું પડશે.

    અત્રે નોંધનીય છે કે , ટુ વ્હીલર વાહનો અહીંથી પસાર થઇ શકશે. પરંતુ થ્રી વ્હીલર કે ફોર વ્હીલર કે તેથી ઉપરના વાહનો આ માર્ગ પરથી પસાર થઇ શકશે નહીં. વાહન ચાલકોએ હવે મનીષા ચોકડીથી રાણેશ્વર ચોકડી જઇ, રાહદારીને જે તરફ જવાનું હશે તે દિશામાં જવાનું રહેશે. આજથી ૧૨ નવેમ્બર સુધી આ કામગીરી ચાવાની છે. ત્રણ મહિના જેટલો સમય રસ્તો ભારદારી તેમજ ટુ વ્હીલર સિવાયના વાહનો માટે પ્રતિબંધિત રહેશે.

    3. ૧૫ મી ઓગસ્ટે સમા તળાવ ખાતે ધ્વજારોહણ કરાશે 

    શહેરની શાન સમા, રાજયના સૌથી ઉંચા હાઇમાસ્ટને સમાં તળાવ ખાતે ઉભો કરવામાં આવ્યો છે . ૨૦૧૭ માં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા વર્ષ કરતા વધુ સમયથી આ હાઇમાસ્ટ ઉપર ધ્વજ ફરકાવવાનું બંધ કરવામાં આવ્યું હતું. આ હાઇમાસ્ટ પર ધ્વજ ફરકાવામાં આવતા ઘણી વખત ધ્વજ ફાટી ગયાની ઘટનાઓ અનેક વખત વિવાદમાં આવતા આખરે આ હાઇમાસ્ટ પર ધ્વજ ફરકાવવાનું બંધ કરવામાં આવ્યું હતુ.

    આઝાદીના સૌથી મોટા પર્વ ૧૫ મી ઓગસ્ટને હવે ગણતરીના દિવસો બાકી રહયા છે, ત્યારે આ હાઇમાસ્ટ પરથી ધ્વજવંદન કરવાની તમામ તૈયારીઓ પૂરજોશમાં શરુ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, આ હાઇમાસ્ટ ઉભો કરવા પાછળ જે તે સમયે કોર્પોરેશનને રૂપિયા ૪૨ લાખની માતબર રકમનો ખર્ચ કર્યો હતો. ૧૫ મી ઓગસ્ટે સમા તળાવ ખાતે આવેલા હાઇમાસ્ટ પર આ વર્ષે ધ્વજવંદન કરવામાં આવનાર હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળી રહયું છે. આ ધ્વજારોહણની કામગીરી હાલમાં તંત્ર દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે .
    Published by:kiran mehta
    First published:

    Tags: વડોદરા શહેર, વડોદરા સમાચાર

    विज्ञापन
    विज्ञापन