વડોદરા: હવામાન ખાતાની આગાહી મુજબ એવું કહેવામાં આવ્યું હતું કે, ઉત્તરાયણ સુધી કડકડતી ઠંડીનો અનુભવ લોકોને થશે અને ઉત્તરાયણ બાદ ઠંડીમાં ઘટાડો નોંધાશે. આગાહી મુજબ ઉતરાયણ સુધી ઠંડીનું પારો સિંગલ ડિજિટમાં નોંધાતો હતો. જેમાં આખું વડોદરા શહેર ઠુઠવાયુ હતું અને કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો.
ઉતરાયણ પહેલા તથા પર્વના બે દિવસ ઠંડી એ ચમકારો બોલાવ્યો હતો. જેમાં પવન સારો રહેતા લોકો એ પતંગ ચગાવવાની પણ ખૂબ મજા માણી હતી. વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીએ ભારે જમાવટ કરી દીધી છે. કોલ્ડવેવ અસરથી ઠંડીમાં શહેરીજનો ઠુઠવાઈ રહ્યા હતા. તેમાં ઠંડા પવનની ગતિ વધતા લોકો નાછૂટકે ઘરમાં રહેવા મજબૂર થયા હતા.
સોમવારના રોજ લઘુત્તમ તાપમાનનો પારો 17 ડિગ્રી નોંધાયો હતો. ઉતરાયણ બાદ ઠંડીના ચમકારા માં ઘટાડો જોવા મળ્યો છે. ગઇકાલે દિવસભર પવનની ગતિ રહી હતી. તેના કારણે નાગરિકોને ઠંડીનો અહેસાસ થયો હતો. જોકે ઠંડીના ચમકારાને લઈને વડોદરાવાસીઓ સવારે બાગ અને બગીચામાં શરીર સ્વસ્થ્ય રહે તે માટે કસરત કરતા નજરે ચડયા હતા. ફક્ત બાગ બગીચાઓમાં જ નહીં પરંતુ વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર પણ વડોદરાવાસીઓ વહેલી સવારે મોર્નિંગ વોક કરતા નજરે ચડયા હતા.
વડોદરા શહેરમાં આજરોજ મંગળવારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી રહેવાની સંભાવના રહેલી છે. જોકે આજરોજ વહેલી સવારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. પરંતુ બપોર થતાં સુધીમાં તો ઠંડીનું પ્રમાણ નહીવત થઇ જતું હોય છે અને શહેરીજનોને ગરમીનો અહેસાસ થતો હોય છે. ઠંડીના કારણે વડોદરા શહેરમાં શરદી-ખાંસીના કેસોમાં વધારો નોંધાયો હતો. જે હવે ઠંડી ઓછી થતા કેસો ઘટશે તેવી સંભાવના રહેલી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર