Home /News /madhya-gujarat /Holi 2022 : છોટાઉદેપુર જિલ્લામાં હોળી બાદ ઠેર ઠેર ચૂલ ના મેળાઓ યોજાયા, 'દિવાળી અટટે-કટટે પણ હોળી તો વતનમાં જ'

Holi 2022 : છોટાઉદેપુર જિલ્લામાં હોળી બાદ ઠેર ઠેર ચૂલ ના મેળાઓ યોજાયા, 'દિવાળી અટટે-કટટે પણ હોળી તો વતનમાં જ'

છોટુદેપુર જિલ્લામાં ચૂલ મેળો

Holi 2022 : છોટાઉદેપુર જિલ્લા (chhotaudepur district) ના ગામ પાણીબાર ખાતે વર્ષોથી ભરાતો પરંપરાગત ચૂલના મેળા (Chool Fair) માં ગામેગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આદિવાસી સમાજ (Tribal society) માં કહેવત છે, દિવાળી અટટે-કટટે પણ હોળી તો વતનમાં જ. એના પરથી જ હોળીનું મહત્વ આંકી શકાય

વધુ જુઓ ...
  વડોદરા: છોટાઉદેપુર જિલ્લા (chhotaudepur district) ના આદિવાસીઓ માટે હોળી એટલે સ્થાનિકો ઉપરાંત વિસ્તાર છોડી અન્ય જગ્યાએ નોકરી ધંધા કે મજુરી કામે બહાર ગયેલ આદિવાસીઓ (Tribal society) માદરે વતન પરત ફરતા હોય છે. નોકરી ધંધા કે મજુરી કામે ગયેલા આદિવાસીઓએ હોળી (Holi) એ અચૂક ઘરે પહોંચી જતા હોય છે. અહીંના આદિવાસી ઓની કહેવત છે કે, દિવાળી અટટે-કટટે પણ હોળી તો વતનમાં જ. એના પરથી જ હોળીનું મહત્વ આંકી શકાય, વર્ષ દરમ્યાન કરેલ કમાણી માંથી હોળી એ નવા કપડાંથી લઈને ખરીદી કરતા હોય છે, કપડાં બાબતે કહેવાય છે કે આખું વર્ષ કામ કરવા નું, હોળી એ ઝગઝગતા જ કે...!

  છોટાઉદેપુર જિલ્લાનાં પાણીબાર ગામના આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે, આજે અમારા ગામ પાણીબાર ખાતે વર્ષોથી ભરાતો પરંપરાગત ચૂલના મેળામાં ગામેગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેઓ વધુ માહિતી આપતાં જણાવે છેકે હોળીના તહેવારના આગલા દિવસે ગામ પટેલ દ્વારા ગામ કોટવાળને સૂચના આપી એ.... આજે ખાખરા છે અને આવતીકાલે હોળી છે...! નો પોકાર આખા ગામને ફળીયે ફળીયે પડાવવામાં આવે છે, જેનું ગામ લોકોએ પાલન કરી મળેલ સૂચનાને અનૂસરી જરુરી તૈયારીમાં જોતરાય જતા હોય છે.

  હોળીના આગલા દિવસે જે જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે તે જગ્યાએ ખાખરા સળગાવીને હોળીની જગ્યા સાફસૂફ કરવામાં આવે છે. ત્યારબાદ જે દિવસે હોળી પ્રગટાવવાની હોય તે દિવસે આખા ગામમાંથી બળદગાડામાં સ્વેચ્છાએ સૌએ લાકડા અને છાણાં એકત્ર કરીને હોળીની જગ્યા પર પહોંચાડાય છે. ત્યારબાદ જરુરી પૂજન વિધિ વખતે અડદના ઢેબરાં, અડદના પાપડ ચોખાની પાપડી તથા ડુંડીયા મહુડાના ફૂલમાંથી તૈયાર કરવામાં આવેલ કોરી ભાટીની પહેલી ધાર પાડીને હોળી માતા નુ આસ્થાભેર પૂજન કરવામાં આવે છે, હોળી પ્રગટાવયા બાદ સૌએ હોળીનો ઉપવાસ કરનારા ઓ એ હોળી ની ફરતે પાંચ ફેરા ફરી નારિયેળ, ચણા અને ધાણી નાંખીને આસ્થાભેર પ્રદક્ષિણા કરે છે, હોળી સળગ્યા પછી હોળીની મધ્યે રોપવામાં આવેલ ડાંડ અને ઝંડી કઈ દિશામાં પડે તેની પણ અલગ અલગ માન્યતાઓ હોય છે, જ્યારે હોળી મધ્યે રોપવામાં આવેલ ઝંડીને આકાશમાંથી ઉડી ને જમીન પર નીચે પડતાં પહેલાં ઝીલી લેનાર કુંવારા ઓ ને પહેલે ખોળે પુત્ર પ્રાપ્તિ થશે ની પણ માન્યતા ઓ રહેલી છે..!

  હોળી પ્રગટાવ્યા બાદ હોળી ફરતે આખી રાત મોટલા ઢોલ, દદુડી અને વાંસળી ખળખસીયા ઘૂઘરાના તાલે નાચી કુદીને આનંદ લૂંટતા હોય છે.હોળી બાદ બીજા દિવસથી ઠેર ઠેર ચૂલના મેળાઓ યોજાય છે, આદિવાસી ઓ હંમેશા પ્રક્રુતિના રુતુચકૃ કેન્દ્રીત તહેવારો ઉજવવા માં માનનારો સમૂદાય છે. આદિવાસીઓ માટે વર્ષની શરૂઆત એટલે અખાત્રીજ, અને હોળીનો તહેવાર ઉજવીને વર્ષ પુરું તેવું માને છે. પહેલાંના સમયમાં વર્ષ દરમ્યાન રાખવામાં આવેલ નોકર -ચાકર પણ હોળી સુધી બંધાયેલ ગણાતો, અને જે વખતે પીયત નું પ્રમાણ ખુબ ઓછું હોવાથી હોળી બાદ ગોવાળ જવાનું પણ બંધ કરી દેવામાં આવતું, ઢોર ઢાંખર પણ છુટ્ટા મુકી શકાય તેવી પ્રથા હતી.

  હોળી એ આદિવાસી ઓ માટે વર્ષ નો છેલ્લો તહેવાર ગણાય છે. પુરા વર્ષ દરમ્યાન પ્રક્રુતિની ક્રુપા, મહેરથી કુટુંબ- ગામ, ફળીયે સૌ સાજા માજા રહ્યા હોય વર્ષ દરમ્યાન પકવવામાં આવેલ ખેતીના ધાન ધન પ્રાપ્તિ પણ સારા પ્રમાણમાં થઇ હોય, જેની ખુશીમાં કુદરતનો આભાર અભિવાદન માનવાં માટેનો તહેવાર એટલે હોળી. હોળી બાદ છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામોમાં ચૂલના મેળા ઓ યોજાય છે.જ્યાં જ્યાં ચૂલ ના મેળા ઓ યોજાય ત્યારે એક ગામ થી બીજા ગામે ચાલતા પગપાળા મેળાની મોજ માણવા ઉમટેલા ખાસ કરીને યુવતીઓ દરેક ગામ પ્રમાણે અલગ અલગ રંગોમાં એક ડિઝાઇનર કપડાંમાં મેળાના ગીતો ગાતાં ગાતાં તેમજ ચાલું સાલે લગ્ન સંબંધો જોડાયા હોય તે ગામો પ્રમાણેના ગીતો ગાતાં ગાતાં જેને ( લટવુ) તેમ પણ કહેવાય છે.

  અગ્નિ એ તેમાંનો જ એક દેવ છે, હોળી બાદ પ્રાચીન સમયથી ચૂલ ના મેળા ઓ યોજાય છે ચૂલ ના મેળા ઓ માં આદિવાસી ઓ વર્ષ દરમ્યાન કોઈ પ્રકારની બીમારીઓને પોતાની આસ્થા થકી દૂર કરવા આવી હોય, અને સૌ સાજા માજા રહ્યા હોય તેમજ આવનારા નવા વર્ષના કોઈ પણ પ્રકારના રોગો કે આપત્તિ ઓ નહીં આવે, નાક ની નસકોરી સુદ્ધા નહીં ફૂટે અને આવનાર વર્ષ ખુબ સારી રીતે આરોગ્ય પ્રદ વીતે, પસાર થાય તેવી કામનાઓ માટે રાખવામાં આવેલ બાધા પૂર્ણ કરવા માટે ખાસ કરીને હોળી પ્રગટાવવામાં આવી હોય. તેનાંથી સહેજ દૂર એક ચારથી પાંચ ફુટ ઉંડો અને છ થી આઠ ફૂટ પહોળો ખાડો ખોદીને અગાઉથી ખાસ કરીને ખેરના લાકડામાં અગ્નિ પ્રગટાવી ધગધગતા અંગારા પાડવામાં આવ્યા હોય છે, ત્યારબાદ ચૂલ ઉતરવા ની બાધા રાખનારા ઓ ને આખા શરીર પર હલ્દી લગાવી ને વરરાજા ની જેમ તૈયાર કરવામાં આવે છે અને ધોતીની અસાઢ ધરીને ઢોલીયા માદળ શરણાઈ ઢોલી સાથે ગામ પટેલ અને ડાહ્યા પૂજારા ની આગેવાનીમાં ચૂલના ગીતો ગાતાં ગાતાં શોભાયાત્રા રુપે આદિવાસી દેવસ્થાન પર લઈ જવા માં આવે છે ત્યાં પૂજન વિધિ કરી ચૂલ ઉતરવાની જગ્યાએ લઈ જવામાં આવે છે.

  જ્યાં ગામ ના ડાહ્યા-પૂજારાએ ચૂલ ઉતરવા ની જગ્યાએ જરૂરી પૂજન વિધિ કરીને હાથમાં તલવાર રાખીને સૌ પ્રથમ ખુલ્લા પગે ચાલીને ચૂલ ઉતરવાનો પ્રારંભ કરે છે. ત્યારબાદ ગામના અન્ય લોકો જે ચૂલ ઉતરવાની બાધા રાખી હોય તે ચાલે છે. ચૂલ ઉતરનાર એ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાર પાંચ ડગલાં ચાલીને માનતા પુરી કર્યા બાદ ચૂલ માંથી પગ ઉઠાવતાં વેંત જ મોટે થી *કુરરરરરરુઉઉઉઊઊઊ...* એમ કુરરાટી કરી ને બાધા પૂર્ણ કર્યાની ખૂશી સાથે હાશકારો અનુભવે છે.

  આ પણ વાંચોTamil Festival: પંગુની ઉત્તરીરામ ઉત્સવની ઉજવણી, મુરુગન ભક્તો માટે ખૂબ જ વિશેષ ઉત્સવ

  ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલીને ચૂલ ઉતરનાર વ્યક્તિ ને કોઈ પ્રકારની ઇજા પહોંચતી નથી, ચૂલ ઉતરવા ઉપરાંત ગામે ગામ થી ઉમટેલા લોકો પોતાના પરંપરાગત આદિવાસી વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ થઈ પોતાનાં આદિવાસી વાજિંત્રો મોટલા ઢોલ વાંસળી ખળખસીયા ઘૂઘરા માદળ તથા હાથ માં તીર કામઠુ, ધારીયા, પાળીયા અને કડીવાળા ડિંગા રાખી મન મૂકીને નાચે છે ,આમ આદિવાસીઓ માટે ચૂલના મેળાઓનુ આસ્થા સાથે સાંસ્કૃતિક રીતે પણ અનેરું મહત્વ છે. આજે છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર ખાતે યોજાયેલા ભાતીગળ મેળામાં પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમ ગ્રુપ ના સક્રીય સદસ્ય કિશનભાઇ રાઠવા એ જણાવ્યું હતું.
  Published by:kiran mehta
  First published:

  Tags: Chhotaudaipur, Chhotaudepur, Chhotaudepur News, Holi 2022, Holi celebration, Holi festival, હોળી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन