Home /News /madhya-gujarat /

Vadodara: શહેરનો યુવાન આધ્યાત્મિક રિયાલિટી શોના ટોપ 20માં સામેલ, સમગ્ર ગુજરામાંથી ફક્ત વડોદરાના પ્રિયાંશ શાહની પસંદગી

Vadodara: શહેરનો યુવાન આધ્યાત્મિક રિયાલિટી શોના ટોપ 20માં સામેલ, સમગ્ર ગુજરામાંથી ફક્ત વડોદરાના પ્રિયાંશ શાહની પસંદગી

ગુજરાતભરમાંથી ફક્ત વડોદરાના પ્રિયાંશ શાહની પસંદગી કરાઈ

ભારતમાં આધ્યાત્મનો પ્રચાર થાય તે હેતુથી શરૂ થયેલા ઝી ટીવી (Zee TV) પરનાં આધ્યાત્મિક રિયાલિટી શોના (Spiritual Reality Show) ટોપ 20 માં ગુજરાતનું (Gujarat) પ્રતિનિધિત્વ કરવા માટે શહેરના એક માત્ર યુવાનની પસંદગી કરવામાં આવી છે.

    વડોદરા: ભારતીય સંસ્કૃતિમાં (Indian Culture) આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિભૌતિક એમ ત્રણ પ્રકારની ઉન્નતિનો માર્ગ બતાવ્યો છે. ત્યારે ભારતમાં આધ્યાત્મનો પ્રચાર થાય તે હેતુથી શરૂ થયેલા ઝી ટીવી (Zee TV) પરનાં આધ્યાત્મિક રિયાલિટી શોના (Spiritual Reality Show) ટોપ 20 માં ગુજરાતનું (Gujarat) પ્રતિનિધિત્વ કરવા માટે શહેરના એક માત્ર યુવાનની પસંદગી કરવામાં આવી છે. જે વિશે માહિતી આપતા વડોદરાના પ્રિયાંશ શાહે (Priyansh Shah) જણાવ્યું હતું કે, મને નાનપણથી જ સંગીતમાં રુચિ હતી અને તેના કારણે મેં ભારતીય પરંપરાગત સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં મેં 100 થી વધારે લાઈવ શો કર્યા છે અને મ્યુઝીક શો કર્યા છે. પ્રિયાંશ નામથી મારા ઇંસ્ટાગ્રામ (Instagram) પર અત્યાર સુધી 11 હજાર ફોલોઅર્સ છે. આ વિકેન્ડથી શરૂ થઈ રહેલા સ્વર્ણ સ્વર ભારત નામના આધ્યાત્મિક રિયાલિટી શોમાં ભારતમાંથી ફક્ત 20 કલાકારોની પસંદગી કરવામાં આવી છે. જે પસંદગી પ્રક્રિયા છેલ્લા 3 મહિનાથી ચાલતી હતી.

    શોના આયોજકોએ સોશિયલ મીડિયાના (Social Meida) માધ્યમથી મારો સંપર્ક કર્યો હતો. આ શોમાં કૈલાશ ખેર, સુરેશ વાડિકર અને કુમાર વિશ્વાસ જજ તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે શોનું સંચાલન રવિ કિશન દ્વારા કરવામાં આવશે. આ શોના ટોપ 5 માં આવીને હું ગુજરાત અને વડોદરાનું નામ વિશ્વફલક પર રોશન કરવા માંગુ છું.

    આ પણ વાંચો: ખોડલધામના પાટોત્સવ નિમિત્તે આ ગામમાં 100થી વધુ ઘર આંગણે કરાઇ રંગોળી, જુઓ ખાસ તસવીરો

    પ્રિયાંશની મહેચ્છા કે ગુજરાતના યુવાનો શાસ્ત્રીય સંગીત તરફ વળે....

    22 વર્ષીય પ્રિયાંશે જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોને શાસ્ત્રીય સંગીત તરફ વળવું જોઈએ. પાશ્ચાત્ય સંસ્કૃતિના અંધાનુંકરણના કારણે આપણે આપણી સંસ્કૃતિથી વિખૂટા પડી રહ્યા છે.

    આ પણ વાંચો: અમદાવાદ : 1200 બેડની હોસ્પિટલમાં 6 કોરોના પોઝિટિવ બાળકો દાખલ, બાળકોની વિશેષ કાળજી જરૂરી

    છેલ્લા 16 વર્ષથી સંગીતની સાધના કરી રહ્યો છે પ્રિયાંશ...

    રમકડાં રમવાની ઉંમરથી જ ભારતીય સંસ્કૃતિના વારસાને સાચવવા અને જન માનસ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે પ્રિયાંશ સંગીતની સાધના કરી રહ્યો છે. છેલ્લા 16 વર્ષથી શાસ્ત્રીય સંગીતની સાધના કરીને પ્રિયાંશ અત્યારે નેશનલ લેવલના શોમાં સિલેક્ટ થયો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર