Home /News /madhya-gujarat /

world photography day 2021: વડોદરા શહેરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી કરવામાં આવી

world photography day 2021: વડોદરા શહેરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી કરવામાં આવી

વડોદરા

વડોદરા શહેરમાં રહેતા તમામ નગરજનો કલાકાર છે, તેથી વડોદરા શહેરને કલાનગરી પણ કહેવામાં આવે છે. 

વડોદરા શહેરમાં રહેતા તમામ નગરજનો કલાકાર છે, તેથી વડોદરા શહેરને કલાનગરી પણ કહેવામાં આવે છે. 

    વડોદરા શહેરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી કરવામાં આવી

    આજે વિશ્વ છબીકલા દિવસ એટલે કે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે. ફોટોગ્રાફી શોધાઈ ન હતી ત્યારે ચિત્રકલા સર્વોપરી હતી. ચિત્રકારો પાસે પોતાના કે વડીલોના ચિત્રો ચિતરાવવા એ મોંઘો શોખ હતો જે માલેતુજારો ને જ પોષાતો. ફોટોગ્રાફીની શોધ પછી શરૂઆતમાં કદાચ ફોટો પડાવવો એ પણ મોંઘો શોખ જ હશે. વડોદરામાં ગાંધીનગર ગૃહની સામે એક ફોટો સ્ટુડિયો હતો. તેના સંચાલકની ગામે ગામે ખૂબ માંગ હતી. ખાસ કરીને હાઇસ્કૂલોમાં મેટ્રિક એટલે કે જૂની એસ.એસ.સીના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાતો તે સમયે એમને તેડાવવામાં આવતા સમૂહ તસવીર લેવા માટે. ફોટોગ્રાફી અને કેમેરાની આખી દુનિયા ધડ મૂળથી બદલાઈ ગઈ છે. વિકાસની સાથે પરિવર્તનની અનિવાર્ય પ્રક્રિયાએ ફોટોગ્રાફીને કલ્પના ન થઈ શકે તેટલા આયામો આપ્યાં છે.

    ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા કીર્તિ મંદિર ખાતે ત્રિ-દિવસીય \'ક્લીક 8\' ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું

    આ એક્ઝિબિશનમાં શહેરના નામાંકિત 11 ફોટો જર્નાલિસ્ટના 66 ફોટાઓ પ્રદર્શિત કરવામાં આવેલ છે. ફોટોગ્રાફર્સે પોતાની આગવી નજર સાથે કુદરતી, સ્પોર્ટ્સ, તહેવારોની ઉજવણી, સારા-પ્રસંગો સહિતના અન્ય રોમાંચક ક્ષણો કેમરામાં કેદ કર્યા છે. વર્લ્ડ ફોટોગ્રાફી દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત કીર્તિ મંદિર ખાતે આ પ્રદર્શનમાં ઉપસ્થિત મહાનુભાવોએ કેમેરા દ્વારા એક ક્લીક કરી પ્રતિકાત્મક રીતે તસવીરો લીધી હતી.

    છેલ્લાં આઠ વર્ષથી યોજાતા આ ફોટો પ્રદર્શનમાં વર્ષ દરમિયાન કરેલ ફોટોગ્રાફીની ચુનિંદી તસવીરોને નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવે છે. જેમા કલારસિક નાગરિકો પૂરા ઉત્સાહ સાથે નિહાળવા ઉમટી પડે છે. આ પ્રદર્શનીમાં ફોટોજર્નાલિસ્ટ ભૂપેન્દ્ર રાણા, અશ્વિન રાજપૂત,  ભરત પારેખ,  ચંદનગિરી, વલ્લભ શાહ,  જિગ્નેશ જોષી,  કમલેશ સુર્વે,  કેયુર ભાટીયા,  કીર્તિ પડિયા, પ્રણય શાહ અને રણજિત સુર્વેની ચુનિંદી તસવીરો રજૂ કરવામાં આવી છે.

    શહેરની મધ્યમાં આવેલ સુરસાગર ખાતે સ્ટ્રીટ ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજાયું. સ્ટ્રીટ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં વડોદરા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા પાડવામાં આવેલ ફોટાઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું.

    અહીંયા ફોટોગ્રાફરો દ્વારા ખુબ જ સુંદર અને અદભુત ફોટાઓને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. શહેરના નગરજનો પણ આ સ્ટ્રીટ ફોટોગ્રાફી એક્ઝિબિશન જોવા માટે ઉમટી પડ્યા છે. કારણકે, વડોદરા શહેરમાં રહેતા તમામ નગરજનો કલાકાર છે. વડોદરા શહેરને કલાનગરી પણ કહેવામાં આવે છે.

    પરંતુ એક ખાસ વાત એ છે, અહીંયાના કલાકારો માટે આર્ટ ગેલેરીની સુવિધા ઉપલબ્ધ નથી. જેથી કરીને તેમને ખુલ્લામાં પ્રદર્શનનું આયોજન કરવું પડે છે. ખુલ્લામાં પ્રદર્શન કરવામાં પણ વાંધો નથી પરંતુ ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે ફોટાઓ બગડી જવાની સંભાવના રહે છે. તેથી કલાકારોની ખાસ માંગ છે કે, તેમને શહેરમાં એક સારી આર્ટ ગેલેરી મળે.
    First published:

    Tags: Vadodara news, World Photography Day, ઉજવણી`

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन