શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ યજ્ઞપુરુષ ગૌ શાળા ખાતે સાંસદ રંજનબેન ભટ્ટના અનુદાનમાંથી યજ્ઞપુરૂષ ગૌશાળા, પાણીની ટાંકી પાસે, બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા પાછળ સંરક્ષણ દિવાલના કામનું ખાત મુહુર્ત સાંસદના હસ્તે કરવામાં આવ્યુ હતું.
જેમાં સાંસદ રંજન બહેન ભટ્ટ, ધારાસભ્ય સીમા બહેન મોહિલે,બીજેપી પ્રદેશના પૂર્વ મહામંત્રી શબ્દ શરણ બ્રહ્મભટ્ટ વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગાર સ્મિત પટેલ, રીટા સિંગ, ટ્વિંકલબેન ત્રિવેદી, વોર્ડ નંબર 12ના પ્રમુખની નિષેધ દેસાઈ મહેન્દ્રભાઈ સાથે પૂર્વ કાઉન્સિલર દક્ષાબેન પટેલના હસ્તે સાંસદ રંજનબેનને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યો હતો તથા કાઉન્સિલરોને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું તથા કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. તમામ મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર