Home /News /madhya-gujarat /

Vadodara: વિન્ટેજ કારની સંભાળ, વડોદરાના બે ભાઈઓ રાજાઓની વિન્ટેજ કારોને કરે છે વર્ષોથી મેન્ટેન અને રિનોવેટ

Vadodara: વિન્ટેજ કારની સંભાળ, વડોદરાના બે ભાઈઓ રાજાઓની વિન્ટેજ કારોને કરે છે વર્ષોથી મેન્ટેન અને રિનોવેટ

એક

એક વિન્ટેજ કારને રિનોવેટ કરતા 8 થી 12 મહિનાનો સમય લાગે છે. 

કાર ખરીદવાનું દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. ત્યારે શહેરના બે ભાઇઓ વર્ષ 1982 થી વિન્ટેજ કારને મેન્ટેન અને રિનોવેટ કરી રહ્યા છે. 

    નિધિ દવે, વડોદરા: કાર ખરીદવાનું દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. ત્યારે શહેરના બે ભાઇઓ વર્ષ 1982 થી વિન્ટેજ કારને મેન્ટેન અને રિનોવેટ કરી રહ્યા છે. જે વિશે માહિતી આપતા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા સુરેશભાઇ અને શંકરભાઇ માલીએ જણાવ્યું હતું કે, વર્ષ 1947 થી 1968 સુધીની મર્સિડીઝ, મોરીસ, પોંડિયાર્ડ, ડોર્જ, ડિસોટો, ચૂક, કેડિલેક અને મોરિસ વાઇનોર જેવી વિન્ટેજ કારને અમે મેન્ટેન અને રિનોવેટ કરી છે.

    એક વિન્ટેજ કારને રિનોવેટ કરતા 8 થી 12 મહિનાનો સમય લાગે છે.

    એક વિન્ટેજ કારને રિનોવેટ કરતા 8 થી 12 મહિનાનો સમય લાગે છે. અત્યાર સુધી આ ભાઈઓ એ દેશના અનેક રાજાની વિન્ટેજ કારનું મેન્ટેનન્સ અને રિનોવેશન કર્યું છે. જેમાં મુખ્યત્વે દેવગઢ, રાજસ્થાનના રાજા વિરભદ્રસિંહની 10 વિન્ટેજ કાર, વડોદરાના પ્રિન્સ અશોકરાજે ગાયકવાડની 2 વિન્ટેજ કાર અને હિંમતનગરના દૌલત વિલાસ પેલેસના રાજા નરેન્દ્રસિંહની 14 વિન્ટેજ કારનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો :દંત સંગ્રહાલય: દેશનું અને ગુજરાતનું એક માત્ર વ્યક્તિગત અને ખાનગી દંત સંગ્રહાલય વડોદરામાં

    બંને ભાઈઓના પિતાએ ગેરેજ શરૂ કર્યું હતું.

    આ બંને ભાઈઓના પિતા એ ગેરેજ શરૂ કર્યું હતું.ત્યાર બાદ સુરેશભાઈને કારનો ખૂબ જ શોખ, જેથી તેમણે આ કાર્યને અપનાવી લીધું. અને ત્યારથી બંને ભાઈઓ સાથે કાર્ય કરી રહ્યા છે અને એમનો સુપુત્ર પણ આ કાર્યને આગળ ધપાવી રહ્યો છે. શહેરમાં આ પ્રકારે વિન્ટેજ કાર પર કામ કરવાનો માલી પરિવારનો વારસો ચાલતો આવ્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Auto car, વડોદરા શહેર

    આગામી સમાચાર