વડોદરા:ઠંડા તથા ભેજવાળા વાતાવરણમાં બિલાડીઓમાં એફ.પી.એલ વાયરસ જોવા મળતો હોય છે. જોકે હાલ આ વાયરસને લઈને લોકોમાં ઘણી ગેરસમજ ઊભી થઈ રહી છે. આ અંગે ન્યુઝ18 દ્વારા વડોદરા શહેરના ભુતડીજાપા વિસ્તારમાં આવેલા પશુ ચિકિત્સાલયના પશુ ચિકિત્સક નદીમ શેખ સાથે વાતચિત કરતા તેઓએ જણાવ્યું હતું કે, એફ.પી.એલ એટલે કે ફેલાઈન પાન લ્યુકો પાયરા વાયરસએ પારવો વાયરસ ફેમેલીનું વાયરસ છે.
પશુઓમાં તેના લક્ષણ લોહીના ઝાડા થવા, લોહીની ઉલ્ટી થવી તથા ડીહાઈડ્રેશન જેવા છે. જોકે આ વાયરસ માત્ર એક જ પ્રજાતિમાં જોવા મળે છે. એટલે આ વાયરસ બિલાડીઓ માંથી મનુષ્યોમાં પ્રવેશતો નથી. જોકે આ વાયરસની વેક્સીન પણ ઉપલબ્ધ છે. તેથી હાલ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વડોદરામાં પણ આ વાયરસનો કન્ફોર્મ ડાયગ્નોસીસ કેસ હાલ સુધી નોંધાયો નથી. પરંતુ જો પશુઓમાં આ તમામ લક્ષણો દેખાતા તેની સારવાર કરવા માટે તેઓએ અપીલ કરેલ છે.