Home /News /madhya-gujarat /Vadodara : શહેરના પ્રખ્યાત પાપડીના લોટવાળા માસીની આ વાત તમે નહીં જાણતા હોય! 

Vadodara : શહેરના પ્રખ્યાત પાપડીના લોટવાળા માસીની આ વાત તમે નહીં જાણતા હોય! 

X
સરિતાબેનની

સરિતાબેનની મહેનત રંગ લાવી

વડોદરામાં લારી ચલાવીને પોતાના ધંધાની શરૂઆત કરી,સરિતાબેને ઘરેણા ગીરવે મૂકી પાપડીનો વ્યવસાય શરૂ કર્યો હતો અને આજે તેમની પાસે પોતાનો ટ્રક છે.

    Nidhi Dave, Vadodara: "કોઈપણ કામ નાનું કે મોટું નથી હોતું", આ વાક્યને વડોદરા શહેરની મહિલાએ સાબિત કરી બતાવ્યું છે. જેમણે લારી ચલાવીને પોતાના ધંધાની (Business) શરૂઆત કરી હતી તેમની પાસે આજે પોતાનો ફૂડ ટ્રક (Food Truck) છે.પોતાના પતિની વ્યવસાય કરવાની ઈચ્છાને સરિતાબેન મિશ્રાએ (Saritaben Mishra) પૂર્ણ કરી છે. સરિતાબેનનો વ્યવસાય આજે ધમધોકાર ચાલે છે. એટલુ જ નહીં સરિતાબેને પોતાની સાથે સાથે બીજા માણસોને પણ રોજગારી (Employment) આપી રહ્યા છે.

    સરિતાબેનનો પાપડીનો લોટ, પંજાબી હાંડવો, ઢોકળા ખૂબ જ ફેમસ

    22 વર્ષ પહેલા શરૂ કરેલા સરિતાબેને પાપડીના લોટનો વ્યવસાય હાલમાં વડોદરા શહેરના ઓ.પી. રોડના વૉર્ડ નંબર 6ની પાસે, માધવનગર સોસાયટીની સામે ફૂડ ટ્રક ઉભો રહે છે. સાંજના 5 થી રાતના 11 સુધી ખુલ્લું રાખવામાં આવે છે. સરિતાબેનનો પાપડીનો લોટ, પંજાબી હાંડવો, ઢોકળા ખૂબ જ ફેમસ છે. પરંતુ આ સરિતાબેન વિશે કોઈને જ ખબર નથી કે આ સફળતા પાછળ કેટલી મુશ્કેલીઓનો સામનો કરીને અહીં સુધી પહોંચ્યા છે.

    તમામ બાબતોને એક બાજુ મૂકી અને મન મક્કમ રાખીને અમે આગળ વધતા ગયા :સરિતાબેન

    સરિતાબેન મિશ્રાએ જણાવ્યું કે, એમના લગ્ન થયા ત્યાર બાદ એમના પતિની ઈચ્છા વ્યવસાય કરવાની હતી. જેથી સૌપ્રથમ એમણે ચા ના સ્ટોલથી શરૂઆત કરી હતી. ક્યારેક તેમની પાસે એક હાથ લારી હતી. ઘણી વખત તો ફૂટપાટ પર બેસીને વ્યવસાય કરવાના વારો આવ્યો છે. પણ હાર ન માનીને આગળ વધતા ગયા. સમાજના લોકો અને પાડોશી તથા સગા વાલા ખુબ જ બોલતા હતા કે આવી રીતે ધંધો કરાતો હશે !!! પરંતુ આ તમામ બાબતોને એક બાજુ મૂકી અને મન મક્કમ રાખીને અમે આગળ વધતા ગયા.

    આ પણ વાંચો : જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના પ્રથમ સુકાની છે આ મહિલા! કઈ કઈ સિદ્ધીઓ છે નામે જાણો અહી

    સરિતાબેને ધંધા માટે પોતાના ઘરેણા ગીરવી મૂકીને પૈસા લેવા પડ્યા હતા.

    ચા ના વ્યવસાય બાદ સરિતાબેનના પતિએ એક વર્ધીવાન છોડાવી હતી. પરંતુ એમાં પણ ખોટ જતા સરિતા બેને પાપડીના લોટનો વ્યવસાય શરૂ કર્યો. સરિતાબેન લારી ખેંચીને વ્યવસાય કરતા જોઈને એમની માતાના આંખમાં આંસુ આવી ગયા હતા. ત્યારબાદ એક દાદા પાસેથી સરિતાબેન પોતાના ઘરેણા ગીરવી મૂકીને પૈસા લીધા હતા અને પાપડીના લોટનો વ્યવસાય શરૂ કર્યો હતો. પાપડીના લોટની સામે પંજાબી હાંડવાની પણ શરૂઆત કરી હતી. પહેલા દસ વરસ તો આ બંને વસ્તુઓનો જ વ્યવસાય ચાલતો રહ્યો. ત્યારબાદ ધીમે ધીમે ગ્રાહક વધતા ગયા અને લોકોની માંગ વધતી ગઈ એ પ્રમાણે અલગ અલગ વેરાઈટીની વસ્તુઓ બનાવતા ગયા.



    હાલ સરિતાબેન પાપડીનો લોટ, પંજાબી હાંડવો (Punjabi Handvo) 2 જાતના ઈદડા, છ જાતના ઢોકળા (Dhokla), ગુજરાતી હાંડવો (Gujarati Handvo), પાપડ કોર્ન, વગેરે જેવી ચટપટી વસ્તુઓ બનાવે છે. અહીં માત્ર 20 રૂપિયામાં જ વસ્તુ મળે છે. સરિતા બેને સૌપ્રથમવાર 500 રૂપિયાનો વ્યવસાય કર્યો હતો. આજે તેઓ દિવસનાં છ થી સાત હજાર કમાય છે.

    સરનામું : ઓ.પી. રોડના વૉર્ડ નંબર 6ની પાસે, માધવનગર સોસાયટીની સામે

    સંપર્ક નંબર : 8160246323
    First published:

    Tags: Buisness, Vadodara, Women Empowerment

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો