વડોદરા ટ્રાફિક પોલીસ રક્ષાબંધન નિમિત્તે અનોખું અભિયાન શરૂ કર્યું....
વડોદરા પોલીસ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અનોખું અભિયાન શરૂ કરી હજારો ભાઈઓની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરવામાં આવી.નિયમ તોડનારા વાહન ચાલકો પાસેથી દંડ નહી પણ નિયમ ન તોડવા વચન લીધા.
Nidhi dave, Vadodara: વાહનચાલકો દ્વારા અવારનવાર ટ્રાફિક નિયમોનો (Traffic Rules) ભંગ કરવામાં આવતો હોય છે. રોંગ સાઈડ પર વાહન ચલાવવું, સ્પીડમાં વાહન હંકારવું તેમજ બે કરતા વધુ લોકો એક ટુવ્હિલર પર સવારી કરવા જેવા અનેક નિયમોનો ભંગ લોકો દ્વારા રોજબરોજ કરવામાં આવતો હોય છે. જેને કારણે કેટલાક લોકોને અકસ્માતનો ભોગ કે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. જેને ધ્યાને રાખી રોકવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા રક્ષાબંધન (Rakshabandhan) નિમિત્તે અનોખું અભિયાન (Unique Campaign) હાથ ધરાયું હતું.
બહેન પોતાના ભાઈના હાથમાં રક્ષાસૂત્ર બાંધીને તેની લાંબી ઉંમરની પ્રાથના કરતી હોય છે.
રક્ષાબંધનના નિમિત્તે એક બહેન પોતાના ભાઈના હાથમાં રક્ષાસૂત્ર બાંધીને તેની લાંબી ઉંમરની પ્રાથના કરતી હોય છે. તેમજ તે દિવસે ભાઈ પણ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપતા હોય છે. જેથી રક્ષાબંધનને ભાઈ બહેનનો તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આ વર્ષે વડોદરા પોલીસ (Vadodara Police) દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અનોખું અભિયાન શરૂ કરી હજારો ભાઈઓની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરવામાં આવી છે. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકનો નિયમ ભંગ કરનારા તમામ પોલીસ ભાઈઓને રક્ષાબંધનના પર્વ પર હાથમાં રક્ષાસૂત્ર બાંધીને આજપછી નિયમ ભંગ ન કરવાનું વચન લેવામાં આવ્યું છે.
વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે.
જેનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ટ્રાફિક પોલીસ મહિલા 3 સવારી પર જતા ભાઈને રોકીને તેના હાથમાં રક્ષાસૂત્ર બાંધી રહ્યા છે. રક્ષાબંધનના પવિત્ર અવસર પર ટ્રાફિક પોલીસ મહિલાએ ભાઈના હાથમાં રક્ષાસૂત્ર બાંધીને આજપછી ટ્રાફિક નિયમનો ભંગ ન કરવાનું વચન પણ આપ્યું હતું. એટલું જ નહિ રક્ષાસૂત્ર બાંધતા ટુવ્હીલર સવાર ભાઈએ ટ્રાફિક પોલીસ મહિલાને આજપછી ટ્રાફિકનો નિયમ ન તોડવાનું વચન આપતો જોવા મળી રહ્યો છે.
લોકોની સલામતી અને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવા અનોખો પ્રયાસ
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા પોલીસ દ્વારા આ અભિયાન શરૂ કરવાનો હેતુ માત્રને માત્ર લોકોની સલામતી અને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવાનો હતો. રક્ષાબંઘનના પર્વ પર બહેન ભાઈ પાસે જે કંઈ પણ માંગે એ ભાઈને ખુશી ખુશી આપવાનું હોય છે. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા આ નવતર પ્રયાસ હાથ ધરી કેટલાક ભાઈઓને પોતાના જીવ બચાવવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.