નરસિંહજીની પોળમાંથી ભગવાન નરસિંહજીનો વરઘોડો આજે બપોરે નીકળ્યો...
વડોદરા શહેરના એમ. જી. રોડની નરસિંહજીની પોળમાંથી ભગવાન નરસિંહજીનો વરઘોડો આજે બપોરે 3 વાગે નીકળ્યો હતો. દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી છેલા 286 વર્ષની પરંપરા આજે બદલાઈ. જોકે નરસિંહજીની પોળમાં જ નાના નરસિંહ ભગવાનનું પણ મંદિર આવેલું છે.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેરના એમ. જી. રોડની નરસિંહજીની પોળમાંથી ભગવાન નરસિંહજીનો વરઘોડો આજે બપોરે 3 વાગે નીકળ્યો હતો. દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી છેલા 286 વર્ષની પરંપરા આજે બદલાઈ. જોકે નરસિંહજીની પોળમાં જ નાના નરસિંહ ભગવાનનું પણ મંદિર આવેલું છે. ભગવાનનો વરઘોડો દેવ દિવાળીએ નીકળતો હોવાની જૂની પરંપરા છે. આજે વહેલી સવારથી જ ભક્તજનો પ્રભુના ચરણસ્પર્શ અને ચાંદલા વિધિ કરવા માટે કીડિયારાની જેમ ઉભરાયા હતા.
જો કે ભક્તજનો નજીકમાં જ બિરાજીત નાના નરસિંહ ભગવાનના પણ દર્શન કરીને ચાંદલા વિધિ સહિત ચરણસ્પર્શનો લાભ લઈ ધન્ય થયા હતા. બપોર સુધીમાં 50,000 જેટલા ભક્તજનોએ શ્રીજીના ચરણસ્પર્શનો લાભ લીધો હતો. ભગવાનને ચાંદલા વિધિ સહિત ચરણસ્પર્શનો મોકો વર્ષમાં એક વાર આજે જ મળે છે. બપોરે ત્રણ વાગે બેન્ડવાજાના તાલે, શરણાઈની સુરાવલી વચ્ચે તથા બંસરી બેન્ડ સહિત વેશભૂષામાં સજજ બાળકો આકર્ષણ રૂપ બન્યા હતા. આ અગાઉ ગઇરાત્રે નરસિહજીની પોળમાં ભજન મંડળી દ્વારા ભારે જમાવટ કરી હતી.
આજે બપોરે ત્રણ વાગે સાજન બાજન સાથે ભવ્ય ઠાઠથી ભગવાનનો વરઘોડો નીકળ્યો. રાત્રે 9 વાગ્યાના સુમારે વરઘોડો તુલસીવાડી ખાતે ચસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોચશે. આ અગાઉ વિઠ્ઠલ મંદિરમાં ભગવાન રોકશે. જ્યાંથી ભગવાનનોબવરઘોડો વાજતે ગાજતે શ્રદ્ધા આસ્થા અને ધાર્મિક મંત્રોચ્ચાર સાથે રાત્રે 9 વાગે સંપૂર્ણ વિધિપૂર્વક રીતે તલસીજી સાથે ભગવાન લગ્ન ગ્રંથીથી જોડાશે. અને વહેલી સવારે ભગવાનનો વરઘોડો તૂલસીજીના નિજ મંદિર ખાતે પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વના રાજ્યોમાં ચંદ્રગ્રહણની શરૂઆત બપોરે 2.38 વાગે થશે. જયારે ગુજરાતમાં સાંજે 5.55 વાગ્યાથી ગ્રહણનો પ્રારંભ થરો. જેના કારણે તમામ મંદિરોમાં અને વૈષ્ણવ હવેલીઓમાં તથા સ્વામિનારાયણ મંદિરમાં મંગળવારે સવારની પૂજા અને ભોગ થશે.