4 દિવસ બાદ શિવાની ટ્રેન મારફતે સુરતથી વડોદરા પરત ફરી હતી.
શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 25 વર્ષિય વિદ્યાર્થિની મંગળવારે મોડી સાંજે જનમહેલ ખાતે સિટી બસની અડફેટે આવી ગઇ હતી. જે સુરતના અમરોલીની રહેવાસી છે. ગંભીર ઇજાઓ થતાં તેણીને સયાજી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતુ?
વડોદરા: શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં (M.S. University) અભ્યાસ કરતી 25 વર્ષિય વિદ્યાર્થિની મંગળવારે મોડી સાંજે જનમહેલ ખાતે સિટી બસની (City Bus) અડફેટે આવી ગઇ હતી. જે સુરતના અમરોલીની રહેવાસી છે. ગંભીર ઇજાઓ થતાં તેણીને સયાજી (Sayaji Hospital) ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
4 દિવસ બાદ શિવાની ટ્રેન મારફતે સુરતથી વડોદરા પરત ફરી હતી. ત્યારે મંગળવારે મોડી સાંજે શિવાની જનમહેલમાંથી ચાલીને પસાર થઈ રહી હતી. તે દરમિયાન પાછળથી સિટી બસ લઈને આવી રહેલા જયેશ પરમારે શિવાનીને અડફેટમાં લીધી હતી. બસ સાથે ઘસડાતા તેના પેટના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓ સાથે શિવાનીને સારવાર માટે સયાજી હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી.
હોસ્પિટલ સત્તાધિશો દ્વારા ઘટનાની જાણ શિવાનીના પરિવારને કરાતા તેઓ ગણતરીના કલાકોમાં દોડી આવ્યા હતા. SSG મા ટૂંકી સારવાર બાદ શિવાનીનું મોત નીપજ્યું હતું. અંતે સમગ્ર ઘટનાની જાણ સયાજીગંજ પોલીસ મથકે કરાતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જ્યારે બીજી તરફ પોલીસે બસના ચાલક જયેશ પરમાર વિરૂદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતુ કે , જયેશ સિટી બસનું ફિટનેસ સર્ટિ લેવા માટે આર.ટી.ઓ. કચેરી ગયો હતો. જ્યાંથી પરત ફરતી વેળાએ આ ઘટના બની હતી. ઘટના સમયે બસની બ્રેકમાં એર ભરાઈ જતા બ્રેક વાગી ન હોવાનુ જયેશે પોલીસને જણાવ્યુ હતું. જેને લઈને પોલીસે આર.ટી.ઓ ઈન્સ્પેક્ટરને બસની યાંત્રિક તપાસ માટેનો પત્ર લખ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર