Home /News /madhya-gujarat /Vadodara: ગરબા પર 18 ટકા જી.એસ.ટી વિશે ખેલૈયાઓએ આવું કહ્યું; જુઓ વીડિયો

Vadodara: ગરબા પર 18 ટકા જી.એસ.ટી વિશે ખેલૈયાઓએ આવું કહ્યું; જુઓ વીડિયો

ગરબા

ગરબા પાસ પર 18 શું, 25% પણ જી.એસ.ટી લગાવશે તો પણ અમે તો જઈશું.

ગરબાના પાસ પર જી.એસ.ટી લાગુ કરતા માત્ર વડોદરામાં જ એક લાખ ઉપરાંત ખેલૈયાઓનએ ગરબા રમવા માટે દોઢ કરોડથી પણ વધુ રૂપિયા જીએસટી પેટે ચૂકવેલા છે.

    Nidhi Dave, Vadodara: નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. જેમાં રાજ્ય સરકારે નવરાત્રી પહેલા ગરબાના પાસ પર જી.એસ.ટી લાગુ કરતા માત્ર વડોદરામાં જ એક લાખ ઉપરાંત ખેલૈયાઓનએ ગરબા રમવા માટે દોઢ કરોડથી પણ વધુ રૂપિયા જીએસટી પેટે ચૂકવેલા છે. જેમાં ઘણા ગરબા આયજકો એ જી.એસ.ટી નહિ લગાડીએ એમ જણાવ્યું હતું. કારણ કે, નવરાત્રી એ માતાજીનો તહેવાર છે, જેમાં વધારે પૈસા લઈ શકાય નહિ.

    પરંતુ મોટા મોટા ગરબા આયોજકો દ્વારા ગરબાના પાસના નામે ધૂમ પૈસા કમાઈ રહ્યા છે. અને એક એક પાસના 2500 થી 5000 રૂપિયા લઈ રહ્યા છે. કોરોનાકાળ બાદ આ વર્ષે જ્યારે છૂટથી ગરબા રમવાની તક મળી ત્યારે આયોજકોના લોભને કારણે ઘણા ગરબા રસિકો મોટા ગરબાઓથી વંચિત રહી ગયા છે. જેથી તેઓ એમના ઘર આંગણે થતા શેરી ગરબામાં રમી રહ્યા છે.

    વડોદરા શહેરના ગરબા ખૈલૈયાઓ એ જણાવ્યું કે, કોરોનાકાળ બાદ આ વર્ષે પ્રથમ વખત અમે છૂટથી ગરબા રમવાની તક મળી છે, અને અમે ખૂબ ઉત્સાહીત પણ છે. પરંતુ આ 18% જી.એસ.ટીના કારણે અમે શેરી ગરબાને માણીએ છે. અમે મધ્યમ વર્ગના છે તો અમને આતક મોંઘા પાસ પોસાય નહિ. અને ગરબા રમવા માટે જરૂરી નથી કે મોટા ગ્રાઉન્ડ પર જ જવું, અમને શેરી ગરબામાં પણ એટલી જ મજા આવી રહી છે અને અમે અમારા પરિવાર અને મિત્રો સાથે ખૂબ જ આનંદથી રમી રહ્યા છે.

    આ પણ વાંચો: વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના આ ખેલાડિયો પર્ચમ લહેરાવશે; આવી છે પ્રેક્ટિસ

    તો બીજી તરફ એવા પણ ગરબા ખેલૈયાઓ છે કે, જેમણે મોંઘા પાસ ગરબા રમવા માટે ખરીદેલા છે. એમનું કહેવું છે કે, અમે ગરબા રસિકો છે, એટલે ગરબા માટે અમે ગમે એટલા પૈસા ચૂકવવા માટે તૈયાર છે. ગરમી હોય, ઠંડી હોય કે વરસાદ હશે અમે તો ગરબા રમવા જઈશું. ગરબા પાસ પર 18 શું, 25% પણ જી.એસ.ટી લગાવશે તો પણ અમે તો જઈશું.તો શહેરમાં આવી રીતે બંને તરફી ગરબા ખેલૈયાઓને મંતવ્ય જોવા મળી રહ્યા છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: GST, Navratri 2022, Navratri celebration, Vadodara

    विज्ञापन
    विज्ञापन