Home /News /madhya-gujarat /

Vadodara પોલીસની She teamનો સેવા યજ્ઞ, નિરાધાર અને દિવ્યાંગ વડીલને આજીવન ભોજનની સુવિધા

Vadodara પોલીસની She teamનો સેવા યજ્ઞ, નિરાધાર અને દિવ્યાંગ વડીલને આજીવન ભોજનની સુવિધા

શી ટીમે વડીલને આજીવન વિનામૂલ્યે ભોજન મળે તેવો માનવતાસભર પ્રબંધ કરી આપ્યો

શી ટીમના (she team) સદસ્યોએ સંવેદના સાથે તેમની આ મુશ્કેલીના નિવારણનો સંકલ્પ કર્યો અને વારસિયા વિસ્તારની સેવા સંસ્થા પ્રેમપ્રકાશ આશ્રમના (Premprakash Ashram) સહયોગથી તેમને આજીવન વિનામૂલ્યે ભોજન મળે તેવો માનવતાસભર પ્રબંધ કરી આપ્યો.

    vadodara news:વડોદરા શહેરના પોલિસ કમિશનર (Vadodara City Police Commissioner) અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શી ટીમ (she team) મહિલા, બાળકો અને વડીલોની વિવિધ પ્રકારે સુરક્ષા કરવાની સાથે ખાસ કરીને નિરાધાર અને અસહાય વૃદ્ધોને મદદરૂપ બનવાનું અને તેમના સ્વજન બનીને મુશ્કેલીઓ નિવારવાનું પ્રશંસનીય કામ કરી રહી છે.

    તેના ભાગરૂપે જે તે પોલીસ મથકની શી ટીમના સદસ્યો નિયમિત રૂપે તેમના વિસ્તારમાં રહેતા વડીલજનોની મુલાકાત લે છે અને તેમના ખબર અંતર પૂછે છે. તાજેતરમાં આ પ્રવૃત્તિ હેઠળ વડોદરા શહેર પોલીસ મથકની શી ટીમના સદસ્યોએ તેમના વિસ્તારના વડીલ વૃદ્ધોની મુલાકાત લીધી ત્યારે 70 વર્ષની ઉંમરના રાજેન્દ્ર ચીમનલાલ ભાવસારને ટીમના સદસ્યો મળ્યા.

    મોટી છીપવાડ નિવાસી આ વડીલ છેલ્લા દશેક વર્ષ થી એકલવાયું જીવન જીવે છે અને એક પગે લકવાની અસરને લીધે અપંગ જેવા છે. એમને નિયમિત આવકનું કોઈ સાધન સ્રોત નથી. તેમની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેમને ખાસ કરીને ભોજનની ખૂબ મુશ્કેલી છે.

    શી ટીમના સદસ્યોએ સંવેદના સાથે તેમની આ મુશ્કેલીના નિવારણનો સંકલ્પ કર્યો અને વારસિયા વિસ્તારની સેવા સંસ્થા પ્રેમપ્રકાશ આશ્રમના સહયોગથી તેમને આજીવન વિનામૂલ્યે ભોજન મળે તેવો માનવતાસભર પ્રબંધ કરી આપ્યો.

    તેનાથી પણ આગળ વધીને આ દાદાજીને રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધ સહાય અને વય વંદના યોજના હેઠળ મળવાપાત્ર લાભો મળતા થાય તે માટે જરૂરી કાર્યવાહી કરી. શી ટીમની આ સહાયથી ગદગદિત થયેલા વડીલે સૌને આશીર્વાદ આપ્યા.

    જી ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર તથા શહેર પોલીસ મથકના પોલીસ અધિકારી શ્રી કે.એન. લાઠીયા એ માનવસેવાની આ ઉમદા પહેલ માટે શી ટીમને ધન્યવાદ આપ્યા છે. શી ટિમ વડોદરા શહેર માટે ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહી છે, જે પ્રશંસાને પાત્ર છે.
    First published:

    Tags: Gujarati News News, Vadodara news

    આગામી સમાચાર