Vadodara: ભારતને આર્થિક મહાસત્તા બનાવવા માટે વેસ્ટ મેનેજમેન્ટની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ હશે
Vadodara: ભારતને આર્થિક મહાસત્તા બનાવવા માટે વેસ્ટ મેનેજમેન્ટની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ હશે
એમ.એસ.યુનિવર્સિટીમાં વેસ્ટ ટુ વેલ્થ વિષય પર એક દિવસીય સિમપોઝિયમનું આયોજન કરાયેલ.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે વેસ્ટ ટુ વેલ્થ (waste to wealth) મેકિંગ ઇન્ડિયા 5 ટ્રીલિયન ડોલર ઈકોનોમી (five trillion dollar economy) વિષય પર એક દિવસીય સિમ્પોઝિયમ યોજાયો હતો. જેમાં સરકારના પદાધિકારીઓ રિસર્ચર્સ સ્ટાર્ટઅપ (startups) જોડાયા હતા.
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે વેસ્ટ ટુ વેલ્થ (waste to wealth) મેકિંગ ઇન્ડિયા 5 ટ્રીલિયન ડોલર ઈકોનોમી (five trillion dollar economy) વિષય પર એક દિવસીય સિમ્પોઝિયમ યોજાયો હતો. જેમાં સરકારના પદાધિકારીઓ રિસર્ચર્સ સ્ટાર્ટઅપ (startups) જોડાયા હતા.
પ્રોફેસર વિજય શ્રીવાસ્તવે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, વેસ્ટ મેનેજમેન્ટ બધાની સહિયારી જવાબદારી છે. તેથી જ આ પ્રસંગે ઇન્ડસ્ટ્રી, રિસર્ચ, શિક્ષણવિદો અને સ્ટાર્ટ અપ એક મંચ પર આવીને વિચારે અને સમસ્યાઓ સમજી તેનો નિરાકરણ લાવે તે જરૂરી છે.તેમણે જણાવ્યું હતું કે, થર્મલ પાવર સ્ટેશન માંથી નીકળતો ફ્લાય એશનો નિકાલ કરવો એક સમયે ખૂબ મોટી સમસ્યા હતી પણ હવે ફ્લાય એશ નો ઉપયોગ કન્સ્ટ્રકશન મટીરીયલ તરીકે બહોળા પ્રમાણમાં થાય છે. તેમણે પ્લાઝમા ઇન્સ્ટિટયૂટ સાથે વેસ્ટ માંથી એનર્જી નિર્માણ માટે પોતે કરેલા સંશોધન વિશે જણાવ્યું હતું.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એડિશનલ ડિરેક્ટર બી. આર. નાયડુ એ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીના વેસ્ટમાંથી કો પ્રોસેસિંગ દ્વારા સિમેન્ટ ઉદ્યોગમાં કોલસાના પર્યાય તરીકે એનર્જી માટે તેમજ મટીરીયલ તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.ઉદ્યોગપતિ રવિ કપૂરે જણાવ્યું હતું કે, આપણે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટને કો-પ્રોડક્ટ તરીકે જોતા શીખવું જોઈએ. આ ક્ષેત્રે ભવિષ્યમાં ખૂબ મોટા રોજગારના અવસરોની તકો રહેલી છે. ઉદ્યોગપતિ ડોક્ટર સતનારાયણ કહ્યું હતું કે વેસ્ટ એ ખોટી જગ્યાએ રહેલો રિસોર્સ છે. તેને યોગ્ય જગ્યાએ પહોંચાડીને તેનો યોગ્ય ઉપયોગ કરીને આર્થિક હરણ ફાળ ભરવામાં તેને યોગદાન વધારી શકાય.
શોધક ગૌરવ મિશ્રાએ જણાવ્યું હતું કે, આપણી જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. જો યોગ્ય વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવે તો તેનાથી ફળદ્રુપતા વધારી શકાશે. ઉદ્યોગપતિ મનીષ કોઠારીએ પ્લાસ્ટિક વેસ્ટ માથી ઈટ કેવી રીતે બનાવી શકાય તેની સક્સેસ સ્ટોરી વર્ણવી હતી. એન્ટરપ્રિન્યોર નિહાર અગ્રવાલે જણાવ્યું હતુ કે, પ્રત્યેક ક્ષેત્રનું જૈન આ ક્ષેત્રમાં પણ મહિલા ખૂબ મોટી ભૂમિકા ભજવી શકશે.
એન્ટરપ્રિન્યોર સુનીલ દાબકે એ કચરેસે આઝાદી સ્ટાફ દ્વારા ગ્રામીણોએ કેવી રીતે રોજગાર મેળવ્યો તેની વાત કરી હતી. મુનીસેવાશ્રમ ટ્રસ્ટના દિપક ગેડીયા એ જણાવ્યું હતું કે, મુખ્યત્વે સંશોધનો શહેરના લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે કે, જેઓની ખરીદ શક્તિ વધારે છે પરંતુ જો ગ્રામીણ ભાગમાં પોસાય તેવા સંશોધનો પર ભાર મૂકવામાં આવે અને એનર્જીની જરૂરિયાતો સ્થાનિક સ્તરે પૂર્ણ કરી શકાય તેવા સંશોધન કરવામાં આવે તો તેનુ દેશના આર્થિક વિકાસમાં ખુબ મોટું યોગદાન હશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર