વડોદરા: વડોદરા શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. લોકોએ હિલ સ્ટેશન જેવા માહોલનો આનંદ લીધો. વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી ઝરમર વરસાદ સાથે હિલ સ્ટેશન માહોલ થઇ ગયો છે. સુસવાટા મારતા ઠંડો પવન અને વરસાદના કારણે શહેરના માર્ગો ઉપર રેઇન કોટ અને સ્વેટર, જેકેટની જુગલબંધી જોવા મળી હતી. વરસાદી માહોલના પગલે સામાન્ય જનજીવન પર અસર પડી હતી. શહેરમાં હિલ સ્ટેશન જેવા માહોલનો જોવા મળ્યો હતો. અને ચાની કીટલીઓ પર લોકોનો જમાવડો થઇ ગયો હતો.
શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદી માહોલના પગલે બેવડી ઋતુ થતા શરદી-ખાંસી વાઇરલના કેસો વધે તેવી શકયતાઓ વધી ગઇ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વડોદરા શહેરમાં આજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સમગ્ર શહેર-જિલ્લામાં વરસાદી માહોલ છવાઇ ગયો હતો. સાથે મોસમની મજા લેતા કેટલાક લોકો ચાની ચુસ્કી મારતા નઝરે ચઢ્યા હતા. ત્યા બીજી તરફ ઝરમર વરસાદ સાથે સેવ ઉસળના ચાહકો ગરમા ગરમ સેવા ઉસળ આરોગત પણ દેખાય હતા.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર