Home /News /madhya-gujarat /Vadodara: 4 વર્ષનું બાળક ખુલ્લા બોરવેલમાં પડ્યો, NDRFની ટીમે આ રીતે રેસ્ક્યૂ કરી કાઢ્યું બહાર

Vadodara: 4 વર્ષનું બાળક ખુલ્લા બોરવેલમાં પડ્યો, NDRFની ટીમે આ રીતે રેસ્ક્યૂ કરી કાઢ્યું બહાર

રાજસ્થાનના સિકર જિલ્લાના નાડા ચારણવાસ ગામે હાથ ધર્યું હતું બચાવ અભિયાન...

એન. ડી. આર. એફ. (NDRF) વડોદરાની ટીમના બચાવ અને રાહતમા કુશળ જવાનોના સહયોગથી બોરવેલમાં ફસાઈ ગયેલા ચાર વર્ષના માસૂમને ઉગારી લેવામાં સફળતા મળી છે અને આ બાળકને નવું જીવન મળ્યું છે.

વડોદરા: એન. ડી. આર. એફ. (NDRF) વડોદરાની ટીમના બચાવ અને રાહતમા કુશળ જવાનોના સહયોગથી બોરવેલમાં ફસાઈ ગયેલા ચાર વર્ષના માસૂમને ઉગારી લેવામાં સફળતા મળી છે અને આ બાળકને નવું જીવન મળ્યું છે. રાજસ્થાનના સીકર જિલ્લાના નાડા ચારણવાસ ગામમાં ગિરધારીલાલનો 4 વર્ષની ઉંમરનો પુત્ર રવીન્દ્ર એક ખુલ્લા બોરવેલમાં સરકી જવાને લીધે ફસાઈ જતાં કટોકટી સર્જાઈ હતી. ખૂબ જ દોડાદોડી થઈ ગઈ હતી. નાડા ચારણવાસ ગામના લોકો પણ ખૂબ જ ગભરાઈ ગયા હતા. ચિંતાભર્યું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

રાજસ્થાનના સિકર જિલ્લા પ્રશાસન દ્વારા આ બાળકને હેમખેમ ઉગારી લેવા વડોદરા એન. ડી. આર. એફ. ની મદદ માંગવામાં આવી હતી. તેના અનુસંધાને કુલદીપસિંઘ અને યોગેશ મીનાની ટીમે નાગરિક સંરક્ષણ દળ, રાજ્ય આપદા પ્રબંધન દળ અને સ્થાનિક પોલીસના સહયોગથી બચાવ અભિયાન આદર્યું હતું. આ તમામે કટોકટીના સંજોગોમાં સૂઝબૂઝ દાખવી અને સંકલનથી બચાવ કાર્ય હાથ ધરી શુક્રવારની સાંજના 5:30 કલાકે આ બાળકને બોરવેલમાંથી બહાર કાઢી જરૂરી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યું હતું. હાલમાં બાળક એકદમ સુરક્ષિત છે. તેની કોઈ ખાસ ઇજા પણ પહોંચી નથી, જે એક સારા સમાચાર છે.
" isDesktop="true" id="1183520" >

આ પણ વાંચો: બળાત્કારની ફરિયાદ બાદ સુરજ ભૂવો આવ્યો સામે, 'ફરિયાદી મને બ્લેકમેઇલ કરતી હતી, પૈસા ન આપતા ફરિયાદ કરી'

ડોદરા શહેરની એન. ડી. આર. એફ. ની ટીમે અગાઉ પણ આવા ઘણા લોકોને બચાવવાના કર્યો કર્યા છે. કપરી પુરની પરિસ્થિતિમાં પણ વડોદરાની એન ડી. આર. એફ. ટીમ હંમેશા સક્ષમ ઉભી રહી છે. અને પોતાની જાનો જોખમાં નાખીને લોકોના પ્રાણ બચાવ્યા છે. જેમાં ગઈકાલે એન. ડી. આર. એફ ટીમે પોતાની સૂઝબૂઝ બતાવીને 4 વર્ષીય રવિન્દ્ર ને બોરવેલ માંથી બહાર કાઢ્યો હતો. જેમાં સારી સફળતા પણ મળી અને બાળકને ફરી એક વખત નવું જીવન પણ પ્રદાન થયું. બાળક હાલમાં મસ્ત હાલતમાં છે. કોઈ ચિંતા જેવી બાબત રહી નથી. વહેલી તકે બચાવી લેવામાં આવ્યો અને સારી સુવિધા મળી રહેવાથી હવે કોઈ ચિંતા જેવું નથી.
First published:

Tags: NDRF, Vadodara, વડોદરા શહેર

विज्ञापन