Home /News /madhya-gujarat /

આ કારણે દિવ્યાંગ યુવાને સ્કૂટી પર Vadodara to Gateway of Indiaની શરું કરી યાત્રા

આ કારણે દિવ્યાંગ યુવાને સ્કૂટી પર Vadodara to Gateway of Indiaની શરું કરી યાત્રા

નવસારીની

નવસારીની મૃત યુવતીને ન્યાય અપાવવા રિસ્પેક્ટ વુમનના સૂત્ર સાથે મુંબઈ માટે રવાના

vadodara: શહેરના એક દિવ્યાંગ યુવાને નવસારીની મૃત યુવતીને  (Navsari dead girl) ન્યાય અપાવવા રિસ્પેક્ટ વુમનના સૂત્ર સાથે વડોદરાથી મુંબઈ (vadodara to mumbai) ગેટ વે ઓફ ઈન્ડિયા સુધીની (Gateway of India) સ્કૂટી યાત્રા મારફતે રવાના થયા છે.

વધુ જુઓ ...
    vadodara: વડોદરામાં વધતી જતી દુષ્કર્મની ઘટનાઓ (rape case) તેમજ તાજેતરમાં જ શહેરમાં ચકચારી જગાવનાર વેક્સિન ગ્રાઉન્ડ રેપ કેસમાં (Vaccine ground wrap case) ઘણો સમય વીતી ગયો, છતાં નરાધમો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમજ પોલીસ તેઓને ઝડપી પાડવા નિષ્ફળ નીવડી છે. ત્યારે શહેરના એક દિવ્યાંગ યુવાને નવસારીની મૃત યુવતીને  (Navsari dead girl) ન્યાય અપાવવા રિસ્પેક્ટ વુમનના સૂત્ર સાથે વડોદરાથી મુંબઈ (vadodara to mumbai) ગેટ વે ઓફ ઈન્ડિયા સુધીની (Gateway of India) સ્કૂટી યાત્રા મારફતે રવાના થયા છે.

    તેવામાં એક દિવ્યાંગ યુવાન ભોગ બનનાર યુવતીને ન્યાય અપાવવા આગળ આવ્યો છે. શહેરનો કલ્પેશ મેકવાન જે પોતે દિવ્યાંગ છે. તેમણે રિસ્પેક્ટ વુમનના સૂત્ર સાથે વડોદરાથી મુંબઈ પોતાની ખાસ સ્કૂટી પર ગેટ વે ઓફ ઈન્ડિયા સુધી યાત્રાએ જવા રવાના થઈ ગયા છે. વિવિધ માધ્યમો સાથે વાતચીત કરતા કલ્પેશ મેકવાને જણાવ્યું હતું કે, આપણી સંસ્કારી નગરી વડોદરા શહેરમાં છેલ્લા છ મહિનામાં જોઈએ તો સાતથી આઠ દુષ્કર્મના બનાવો થઈ ગયા છે. અને જેમાંથી લગભગ એક પણ કેસ સોલ થયો નથી.

    જ્યારે હાલમાં જ એક તરફ લોકો જ્યારે ખુશી મનાવી રહ્યા હતા. ત્યારે દિવાળીના તહેવારો હતો અને લોકોના ઘરોમાં ખુશીઓ વહેંચાતી હતી. ત્યારે અમુક નરાધમોએ એમના સાચા કૃત્યો બતાવ્યા અને નવસારીની બાળા ઉપર દુષ્કર્મ ગુજાર્યું અને ત્યારબાદ તેની ડેટબોડી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં લટકેલી હાલતમાં મળી આવી હતી.

    તો મારું એક જ કહેવું છે કે, મહિલાઓનો આદર કરો કારણકે, એ છે તો આપણે છે. આપણે આ રીતે માની કૂખને કઈ રીતે બચાવી શકીએ. તે પ્રકારનું મારું એક આ અભિયાન છે. આ ભોગ બનનાર યુવતીને ન્યાય મળે તે માટે મારો પ્રયાસ છે. માટે હું વડોદરાથી ભરૂચ, નવસારી, સુરત, વલસાડ , વાપી થઈને મુંબઈ ગેટવે ઓફ ઇન્ડિયા સુધીની યાત્રા કરી રહ્યો છું.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Vadodara gangrape case, Vadodara news

    આગામી સમાચાર