Home /News /madhya-gujarat /Vadodara: કોરોનાની ભયાનકતાને દર્શાવતી પેઈન્ટિંગને રજૂ કરાઈ, જોઈને થઈ જશો ભાવુક

Vadodara: કોરોનાની ભયાનકતાને દર્શાવતી પેઈન્ટિંગને રજૂ કરાઈ, જોઈને થઈ જશો ભાવુક

X
દેશના

દેશના વિવિધ રાજ્યો પૈકી ફાઈન આર્ટ્સના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો...

કોરોનાની બીજી લહેર કાળરાત્રીથી ઓછી ન હતી. જે માટે બ્લેક એન્ડ વ્હાઈટ રિલિફ પ્રિન્ટિંગ માધ્યમ પસંદ કર્યું. જેને શહેરીજનો સવારના 11 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી નિહાળી શકશે.

    Nidhi Dave, Vadodara: વડોદરા શહેરની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના એક્ઝિબિશન હૉલમાં "લિવિંગ અ ડાર્ક નાઈટ" શીર્ષક હેઠળ એક્ઝિબિશન અને વર્કશોપનું આયોજન કરાયું છે. જેમાં દેશ - વિદેશના કલાકારોએ કોરોનાની બીજી લહેરમાં અનુભવેલી પરિસ્થિતિઓનો ચિતાર ગ્રાફિક આર્ટ્સ રિલિફ પ્રિન્ટિંગના માધ્યમથી રજુ કર્યો છે. જેમાં 108 જેટલાં આર્ટવર્ક એક્ઝિબિટ કરવામાં આવ્યાં છે.

    જે વિશે ગ્રાફિક આર્ટ્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર સુનિલ દરજીએ કહ્યું હતું કે, શહેરમાં છેલ્લાં 25 વર્ષથી આર્ટક્ષેત્રે કામ કરતાં છાપ ફાઉન્ડેશન હરિયાણા- ગુડગાંવના કલા ચૌપાલ ટ્રસ્ટ તેમજ અને વર્કશોપનું આયોજન કરાયું છે. જેને શહેરીજનો સવારના 11 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી નિહાળી શકશે.



    કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ ખૂબ જ ભયંકર હતી. આર્ટિસ્ટથી માંડીને સૌ કોઈ ઘરમાં નજરકેદ થવાં મજબૂર બન્યાં હતા. તો એવા સમયે કલાકારો પોતાની સંવેદના કલાના માધ્યમથી રજુ કરી શકે. કારણ કે, કોરોનાની બીજી લહેર કાળરાત્રીથી ઓછી ન હતી. જે માટે બ્લેક એન્ડ વ્હાઈટ રિલિફ પ્રિન્ટિંગ માધ્યમ પસંદ કર્યું.



    કારણ કે, બ્લેક એન્ડ વ્હાઈટ રિલિફ પ્રિન્ટ મેકિંગ મિડિયમનો ઉપયોગ વર્ષોથી વૈશ્વિક સ્તરે જેવાં કે, લેટિન અમેરિકા, ચાઈના, યુરોપ સહિતના દેશોમાં સોશિયલ અને પોલિટિકલ પ્રોટેસ્ટ કરવા માટે થાય છે.



    વળી, તે પ્રિન્ટ મેકિંગનું સૌથી સરળ માધ્યમ છે. બરોડામાં આ પાંચમો શૉ છે. જેમાં 6 વર્ષના બાળકોથી લઈને 60 વર્ષના વયોવૃદ્ધ લોકો જોડાયાં. વધુમાં વધુ લોકો સુધી આ પ્રોજેક્ટ પહોંચે તે હેતુસર કલકત્તા અને બેંગ્લોરમાં આ વર્કશોપ ડિસેમ્બર મહિનામાં યોજાશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Art Gallery Exhibition, Local 18, Vadodara

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन