વડોદરા: શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં પ્રદીપ સોસાયટીમાં રહેતી 20 વર્ષીય એન્જીનીયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની B.E. CIVIL (એન્જીનીયરિંગ)માં આનંદના વાસદ ખાતે આવેલી SVIT કોલેજ મા 7માં સેમેસ્ટરમક અભ્યાસ કરે છે અને હાલમાં GTU ગાંધીનગર દ્વારા 10 મી ડિસેમ્બરથી અલગ અલગ દિવસે વાર્ષિક પરીક્ષા યોજાઈ રહી છે.
જે દરમિયાન ગત 17 મી ડિસેમ્બર ના રોજ એન્જીનીયરિંગમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થીની ઝીલ સમીર શાહ પોતાની કોલેજ ખાતે ત્રીજા પેપર માટે પોતાનુ વિહીકલ લઈને જઈ રહી હતી. ત્યારે નંદેસરી બ્રીઝ પાસે અકસ્માત નડ્યો હતો. જેમા 20 વર્ષીય વિદ્યાર્થીની ઝીલ શાહના ડાબા પગની જાંગના ભાગના હાડકાના ત્રણ ટુકડા થઈ ગયા.
ત્યારબાદ ગત તા.20 મી ડિસેમ્બરના રોજ વડોદરાના ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં હાડકાને જોડવા માટે સળિયો નાખવામાં આવ્યો હતો. જે બાદ ઝીલને ચાલવા તેમજ કુદરતી હજમક્રિયા માટે વોકરની સગવડ કરવામાં આવી હતી. પરંતુ ચાલી રહેલી વાર્ષિક પરીક્ષાની ચિંતા પણ તેને સતાવી રહી હતી. ત્યારબાદ તેના માતા પિતાએ SVIT કોલેજના HOD ડી.પી. સોનીનો સંપર્ક કર્યો હતો અને ઝીલને બાકી બે પેપર બાકી રહ્યા હતા. એ પરીક્ષા આપવા દેવા માટે વિનંતી કરવામાં આવી હતી.
કોલેજ ખાતેના શિક્ષકો વિચારમાં પડી ગયા હતા કે તેનાથી સરખુ ચાલતુ પણ નથી અને તેની વર્ગખંડ ત્રીજા માળે છે તો કેવી રીતે પરીક્ષા આપશે ? જે વિષયને લઈ કોલેજના શિક્ષકો અને વાલી વચ્ચે ચર્ચા બાદ ગાંધીનગર ખાતે આવેલ GTU ની હેડ ઓફિસથી ખાતે ઈમારતના ભોંય તળિયે વ્યવસ્થા માટે મેલ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી. જેમાં યુનવર્સીટી દ્વારા જરૂરી મેડિકલ સર્ટિફિકેટ મેળવ્યા બાદ ઝીલને ભોંયતળિયે અલગ વ્યવષ્ઠા બાદ બાકી બે પેપર જે તા. 27 મી ડિસેમ્બર અને 29 મી ડિસેમ્બરના રોજ હતા એ આપવા માટે મંજૂરી મળી હતી.
પછી ઝીલના વાલી દ્વારા ખાનગી વાહન દ્વારા કોલેજ જઈ વોકરથી ધીમે ધીમે ચાલી અલગ વ્યવસ્થા દ્વારા વર્ગખંડમાં પરીક્ષા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીનીઓ નાની નાની તકલીફોમાં અભ્યાસ છોડી દે છે. જ્યાં ઝીલ એ પરીક્ષા ન આપી હોત તો પણ ચાલી શકે એમ હતુ. પરંતુ પોતાના અભ્યાસમાં કોઈ બાંધ છોડ ન કરી પરીક્ષા આપી એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર