Home /News /madhya-gujarat /

Vadodara: રાજ્યના રમત ઈતિહાસમાં પહેલીવાર ગર્લ્સ ટીમ વોલીબોલની રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બની

Vadodara: રાજ્યના રમત ઈતિહાસમાં પહેલીવાર ગર્લ્સ ટીમ વોલીબોલની રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બની

વડોદરામાં વોલીબોલ ઓછું રમાય છે તેને વધુ પ્રચલિત કરવાની જરૂર છે...

તાજેતરમાં મહારાષ્ટ્રમાં વોલીબોલની રાષ્ટ્રીય સ્પર્ધા રમાઈ હતી. તેમાં ગુજરાતની અન્ડર 21 ગર્લ્સ ટીમે ભવ્ય દેખાવ કરીને, ફાઈનલ મેચમાં કેરાલાની છોકરીઓની કસાયેલી ટીમને હરાવીને વિજેતાપદ પ્રાપ્ત કર્યું છે. 

    વડોદરા : તાજેતરમાં મહારાષ્ટ્રમાં (Maharashtra) વોલીબોલની રાષ્ટ્રીય સ્પર્ધા (Volleyball National competition) રમાઈ હતી.તેમાં ગુજરાતની અન્ડર 21 ગર્લ્સ ટીમે ભવ્ય દેખાવ કરીને, ફાઈનલ મેચમાં કેરાલાની છોકરીઓની કસાયેલી ટીમને હરાવીને વિજેતાપદ પ્રાપ્ત કર્યું છે. આ ટીમની યશસ્વી ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (Sports authority of Gujarat) દ્વારા નડિયાદ ખાતે સંચાલિત વોલીબોલ પ્રશિક્ષણ એકેડેમી સાથે સંકળાયેલી છે. રાજ્યના રમત ઈતિહાસમાં પહેલીવાર ગર્લ્સ ટીમ વોલીબોલની રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બની છે.

    રમત વીરાંગનાઓનુંરેલવે સ્ટેશન ખાતે વાજતે ગાજતે આવકારીને તેમની સિદ્ધિને વધાવવામાં આવી

    ગઈકાલે જિલ્લા રમત વિકાસ અધિકારી જયેશ ભાલાવાલાની આગેવાની હેઠળ ગુજરાતને ગૌરવ અપાવનારી આ ટીમની સદસ્ય રમત વીરાંગનાઓનુંરેલવે સ્ટેશન ખાતે વાજતે ગાજતે આવકારીને તેમની સિદ્ધિને વધાવવામાં આવી હતી. વડોદરામાં વોલીબોલ ઓછું રમાય છે તેને વધુ પ્રચલિત કરવાની જરૂર છે. હવે દરેક ગેમમાં છોકરીઓ આગળ પડતું પ્રદર્શન કરી રહી છે. તથા ફક્ત એટલું જ નહીં પરંતુ આપના દેશને તથા પોતાના રાજ્યને પણ ગૌરવ અપાવી રહી છે. ખાસ કરીને આ વખતે ગુજરાતના ઈંતિહાસમાં પ્રથમ વખત છોકરીઓ વોલીબોલ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે વિજેતા બની છે, જેનું આખા ગુજરાતને ગૌરવ છે.

    આ પણ વાંચો :જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા રમત ગમત ફીમાં ત્રણ ગણો વધારો કરાયો

    100 થી વધુ રમતવીરો અને વિવિધ રમતોના પ્રશિક્ષકો ઉત્સાહ સાથે જોડાયા

    તેમના સ્વાગતમાં વડોદરા વોલીબોલ એસોસિએશનના પદાધિકારીઓ અને જિલ્લા કક્ષાની રમત પ્રશિક્ષણ શાળાઓમાં તાલીમ મેળવતા 100 થી વધુ રમતવીરો અને વિવિધ રમતોના પ્રશિક્ષકો ઉત્સાહ સાથે જોડાયા હતાં. આ સિદ્ધિ પ્રેરણા આપનારી છે તેવી લાગણી વ્યક્ત કરતા જિલ્લા રમત વિકાસ અધિકારી ભાલાવાલાએ જણાવ્યું કે, વડોદરામાં ફૂટબોલ લોકપ્રિય છે પણ વોલીબોલ ઝાઝું રમાતું નથી. તેમાં પણ બહેનોમાં આ રમત ખાસ પ્રચલિત નથી. તેવા સમયે ગુજરાતની છોકરીઓની આ સિદ્ધિ વડોદરાના યુવા સમુદાયને વોલીબોલ રમવાની પ્રેરણા અને પ્રોત્સાહન આપશે. તેમણે વિજેતા ટીમ અને તેમના પ્રશિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Sports news, Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર