વડોદરામાં વરસાદી ખાડામાં અનેક લોકોના હાથ-પગ તૂટ્યા, માર્ગ મરામત અભિયાન વહેલી તકે શરૂ કરવા માગણી
વડોદરામાં વરસાદી ખાડામાં અનેક લોકોના હાથ-પગ તૂટ્યા, માર્ગ મરામત અભિયાન વહેલી તકે શરૂ કરવા માગણી
રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક પાલિકાના સહયોગથી માર્ગ મરામત સલામતી અભિયાન શરૂ કરેલ
vadodara rain news: સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રસ્તાઓ પર ઠેરઠેર મસમોટા ખાડા (dent in road) પડી જવાની સમસ્યાનું નિર્માણ થતું હોય છે. ત્યારે વડોદરા શહેરમાં પણ ઠેરઠેર (vadodara bad road) ખરાબ રસ્તાઓના કારણે નાગરિકો રોષે ભરાયા છે.
વડોદરાઃરાજ્ય સરકાર (Government) દ્વારા માર્ગ મરામત સલામત અભિયાન (Marg maramat abhiyan) શરૂ કરવામાં આવનાર છે. શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી જેમાં અનેક રસ્તાઓના હાલ બેહાલ જોવા મળ્યા.
સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રસ્તાઓ પર ઠેરઠેર મસમોટા ખાડા પડી જવાની સમસ્યાનું નિર્માણ થતું હોય છે. ત્યારે વડોદરા શહેરમાં પણ ઠેરઠેર ખરાબ રસ્તાઓના કારણે નાગરિકો રોષે ભરાયા છે. ઠેરઠેર રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલી નો સામનો કરવા મજબૂર બન્યા છે.
શહેરના ગાજરાવાડી, સોમા તળાવ, ડભોઇ રોડ, પ્રતાપ નગર સહિતના માર્ગો પર રસ્તા પરના કોન્ક્રીટ ઉખડી જવાના કારણે કેટલાક લોકો અકસ્માતનો ભોગ પણ બન્યા છે.
મહત્વનું છે કે, પાલિકા દ્વારા ખરાબ રસ્તાઓનું અનેક વાર સમારકામ કરવામાં આવતું હોય છે, ખરાબ રસ્તાઓનું સમારકામ તો થઈ જાય છે. પરંતુ થોડા દિવસોમાં પુનઃ એજ સમસ્યાનું નિર્માણ થાય છે. કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવતી હલકી કક્ષાની કામગીરીના કારણે થોડા સમય બાદ રસ્તાઓ પર એ જ મસમોટા ખાડા જોવા મળે છે.
ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક પાલિકાના સહયોગથી માર્ગ મરામત સલામતી અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જે સંદર્ભે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષે ટુક સમયમાં નાગરિકોને ખરાબ રસ્તાની સમસ્યાથી છુટકારો મળશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. ત્યારે સરકારનું માર્ગ મરામત સલામતી અભિયાન કેટલું કારગર સાબિત થાય છે, એતો આવનારો સમય જ બતાવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર